જ્યાં જમીન અને સમુદ્રી સરહદ મળે છે તેવી સરહદ પર બીએસએફની હલચલ તેજ છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા ક્ષેત્રમાં બીએસએફે સુરક્ષા વધારી દીધી છે. વધારાના સુરક્ષા દળ મોકલાયા છે. કેન્દ્ર સરકારે બોર્ડર ક્ષેત્રના ૧૦ કિલોમીટર સુધીના ગામ ખાલી કરવાના નિર્દેશ આપ્યા છે. ગુજરાતમાં બોર્ડરના ૧૦ કિમી દાયરામાં એક પણ ગામ નથી. અહીં ૨૫ કિમી ક્ષેત્રમાં વસતીવાળા ગામ છે. રાજ્ય સરકારે ગ્રામીણોને સૂચના આપી છે કે કોઇપણ શંકાસ્પદ મૂવમેન્ટ દેખાય તો સૂચના આપે. લખપતની સરહદે આવેલી ચોકીઓ મુધાન, ગુનેરી અને ઝારામાં બીએસએફના જવાન નિયુક્ત હતા. બીએસએફની ૭૯મી બટાલિયનના કમાન્ડન્ટે કહ્યું હતું કે પાકિસ્તાને જો કોઇ નાપાક હરકત કરી તો અમે જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ.
બીએસએફની નેવલ વિંગ પણ સજ્જ: માછીમારોને ભારતીય સમુદ્રી સરહદથછી ૧૫ નોટિકલ માઇલ અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ ફિશિંગની સીઝન છે. તેથી માછીમારોને સતર્કતા દાખવવી જરૂરી છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાત સરકાર બધી સ્થિતિનો મુકાબલો કરવાતૈયાર છે. શારદીય નવરાત્રને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
જરૂર પડે તો બંદૂક ઉઠાવવા પણ ખાવડા સરહહદના લોકો તૈયાર: ઉત્તર કચ્છમાં બોર્ડરની નજીક ખાવડા વિસ્તારના કુરન ગામના કલુભા સોઢાએ કહ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે તો અહીંના લોકો મદદ માટે સજ્જ રહેશે. કોટડા ગામના સમા અલારખિયા ગફુરે કહ્યું, અમે સેનાની સાથે ખભેથી ખભો મિલાવીને સાથ આપીશું.

