હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 05th October 2016 07:17 EDT
 

શિક્ષકઃ મોહન, જરા નકશામાં જોઈને બતાવ અમેરિકા ક્યાં છે?
મોહને તરત જ નકશામાં અમેરિકા બતાવ્યું.
શિક્ષકઃ ચમન, હવે અમેરિકા કોણે શોધ્યું તે કહે?
ચમનઃ સર, મોહને.

ભિખારીઃ ભગવાનના નામે કંઈક તો આપો...
ભગોઃ આ લે, મારી બી.કો.મની ડિગ્રી લઈ લે બસ.
ભિખારીઃ બસ ભાઈ બસ... રહેવા દો, તમારે જોઈતી હોય તો મારી એમબીએની ડિગ્રી લઈ લો.

સલમાન ખાન એક કોલ્ડ ડ્રીન્કની જાહેરાતમાં રોજ ટીવીમાં કહે છેઃ આજ કુછ તુફાની કરતે હે...
એક વાર પરણી જાય તો ખબર પડે, ઘરમાં જ તોફાન થવા માંડે ત્યારે.

જમાઈ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તમને ‘તમે’ કહીને જ બોલાવે...
કારણ કે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે.

પતિ અને પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો.
પત્નીઃ મેં મારી મમ્મીની વાત માની લીધી હોત એ વખતે તો સારું હતું. તમારી સાથે મેરેજ જ ના કરત.
પતિઃ એટલે? તારી મમ્મીએ મારી જોડે મેરેજ કરવાની ના પાડી હતી?
પત્નીઃ તો શું હું ના પાડતી હતી?
પતિઃ હે ભગવાન, હું અત્યાર સુધી એ ભલી સ્ત્રીને ડાકણ સમજતો હતો.

પત્નીએ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો
ઓપરેટરઃ આપને કઇ બીમારી માટે એમ્બ્યુલન્સ જોઈએ છે?
પત્નીઃ મારા પગની આંગળી ટેબલ સાથે
ભટકાઈ ગઇ છે.
ઓપરેટરઃ ... તો એટલા માટે તમારે એમ્બ્યુલન્સ જોઈએ છે?
પત્નીઃ નહીં એમ્બ્યુલન્સ તો મારા પતિ માટે જોઈએ છે... તેમને બહુ હસવું આવ્યું એટલે.

છોકરોઃ વાદળ ગરજે તો તારી યાદ આવે છે, વરસાદ પડે તો તારી યાદ આવે છે,
છોકરીઃ ખબર છે તારી છત્રી મારી જોડે છે, પાછી આપી દઈશ, રડીશ નહીં.

પત્નીએ પિયરથી પતિને ફોન કર્યોઃ સાંભળો છો. તમારું ધ્યાન રાખજો. શહેરમાં ડેન્ગ્યુ ફેલાયો છે.
પતિ ધીમેથી બોલ્યોઃ મારા બધુ લોહી તો તું પી ગઈ છે. મચ્છર અહીં શું રક્તદાન કરવા આવશે?

પતિએ પત્નીને કહ્યુંઃ મને કહે તો કે હિંમતે મર્દા તો મદદે ખુદાનો શું મતલબ થાય?
પત્નીઃ જે પોતાની પત્ની સામે મર્દ બનવાની હિંમત કરે તેની મદદ પછી માત્ર ખુદા જ કરી શકે!

પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે! બન્ને હોઠ પર ખુશી લાવે છે! પણ હૃદયમાં દર્દ લાવે છે!!

એક પોપટ અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યા હતા. એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી.
એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઇલ આપી.
આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી.
એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે પાયલટને ફરિયાદ કરી દીધી.
પોપટ અને તેના માલિક - બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ.
બન્ને દરવાજા પર ઉભા હતા ત્યારે પોપટે માલિકને પૂછ્યુંઃ તમને ઊડતા આવડે છે?
માલિકઃ ના...
પોપટઃ તો પછી સીટી શું કામ મારી?


comments powered by Disqus