મહારાષ્ટ્ર સદન ભ્રષ્ટાચારના આરોપમાં અટવાયેલા ભૂતપૂર્વ ઉપમુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળની બાંદરા અને સાંતાક્રૂઝમાં આવેલી સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે (ઇડી) જપ્ત કરી હોવાની જાહેરાત ૨૨મી ડિસેમ્બરે કરી હતી. આ બન્ને સંપત્તિનું મૂલ્ય રૂ. ૧૧૦ કરોડ છે. ગયા મહિને ભુજબળની ખારમાં આવેલી સંપત્તિ પર ઇડીએ સીલ માર્યું હતું. એ પછી હવે બાંદરા અને સાંતાક્રૂઝમાં આવેલી સંપત્તિ પણ જપ્ત કરાઈ છે.
