રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણીનાં પરિણામો બાદ ૨૨મી ડિસેમ્બરના રોજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે. જેના પરિણામે કોંગ્રેસ ૨૧ જિલ્લા પંચાયતો અને ૧૨૪થી વધારે તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો હાથમાં લીધા છે. જ્યારે ભાજપે ૮ જિલ્લા પંચાયતો તેમ જ ૮૬ તાલુકા પંચાયતોમાં શાસનની ધૂરા હાથમાં લીધી છે, પરંતુ આ દરમિયાન દાહોદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની વરણી પ્રસંગે ભાજપના સભ્યોએ ધાંધલ ધમાલ મચાવતા અને કોંગ્રેસી સભ્યોને લેવા આવેલી બસને આગ ચાંપીને ફૂંકી મારતા ભારે અરાજકતાનો માહોલ ઊભો થયો હતો.
