અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હરાજીમાં ખરીદેલી કારને બુધવારે દક્ષિણપંથી હિંદુ નેતા સ્વામી ચક્રપાણીએ ગાઝિયાબાદમાં જાહેરમાં સળગાવી દીધી હતી. લોકોમાં રહેલા દાઉદના ડરને દૂર કરવા ચક્રપાણીએ આ પગલું લીધું હતું. આ મહિનાની શરૂઆતમાં એક હરાજી દરમિયાન ફરાર ગેંગસ્ટર દાઉદની કારની સફળ બોલી લગાવનાર હિંદુ નેતા સ્વામી ચક્રપાણીએ ત્યારે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં આ કારને જાહેરમાં સળગાવી નાંખશે.

