પિંટુ તેના ઘરે ગયો અને ડોરબેલ વગાડ્યો.
તો અંદરથી તેની બહેન પિંકી બોલીઃ કોણ છે?
પિંટુઃ હું છું.
પિંકીઃ હું કોણ?
પિંટુઃ તું પિંકી બીજું કોણ?
•
ચંગુઃ દોસ્ત, ટ્રેનમાં આખી રાત ઊંઘ ન આવી, કારણ કે મને ઉપરની સીટ મળી હતી.
મંગુઃ તો તારે સીટ એક્સચેન્જ કરી લેવી હતીને યાર.
ચંગુઃ કોની સાથે બદલું ભાઈ, નીચેની સીટ પર તો કોઈ હતું જ નહીં.
•
ટ્રક-અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડોક્ટરે પ્રશ્ન કર્યો, ‘કેમ ભાઈ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો, તો ગભરાયેલા કેમ દેખાઓ છો?’
દર્દી બોલ્યોઃ સાહેબ, વાત એમ છે કે જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો એની પાછળ બોર્ડ પર લખ્યું હતું કે ‘ફિર મિલેંગે.’
•
ચંપાની માસીએ તેને લગ્નની વર્ષગાંઠ પર ભેટમાં ટીવી આપ્યું અને કહ્યુંઃ જો ધ્યાન રાખજે દીકરી, આ ટીવી આપણા જમાઇરાજ માટે છે અને એનું રિમોટ કન્ટ્રોલ તારા માટે.
•
ચંગુઃ આજે મને ઊંઘ જ નથી આવી રહી.
ચંપાઃ જાઓ અને જઈને વાસણ સાફ કરી નાખો.
ચંગુઃ અરે પગલી હું તો ઊંઘમાં બોલી રહ્યો છું.
•
ચંગુઃ તારા પપ્પા અચાનક આટલા પૈસાદાર કઈ રીતે થઈ ગયા?
મંગુઃ ભૂલકણા સ્વભાવને લીધે.
ચંગુઃ એ કઈ રીતે?
મંગુઃ મારા પપ્પાનો સ્વભાવ ઘણો જ ભૂલકણો છે. તેમના એક પૈસાદાર કાકા હતાં જેમને અચાનક હૃદયરોગનો હુમલો થયો અને મારા પપ્પા ડોક્ટરનો ફોન નંબર જ ભૂલી ગયા. મારા પપ્પાના કાકાને કોઈ વારસદાર ન હતો.
•
છગન મનમાં મનમાં વિચરતો હસી રહ્યો હતો. એ જોઈને મગને પૂછ્યું, ‘કેમ શું છે? કેમ હસે છે?
‘મેં લીલીને ૫૦ સાડી આપીને રૂમમાં પૂરી દીધી છે.’ છગને કહ્યું, ‘ પણ એ રૂમમાં મિરર એક પણ નથી.’
•
ચિંકીએ દાદીને કહ્યુંઃ દાદી, દાદી તમે એક્ટિંગ પણ કરો છો?
દાદીઃ ના બેટા! કેમ? કોણે કહ્યું?
ચિંકીઃ સવારે મારી મમ્મી પપ્પાને કહેતી હતી કે જો તમે અહીંયા વધુ દિવસો રહેશો તો કંઇકને કંઇક નાટક જરૂર ભજવાશે.
•
રમેશઃ તું આવી બપોરે તાપમાં કેમ ઊભો છે?
સુરેશઃ અરે યાર, ઘરમાં બહુ પરસેવો થતો હતો. એટલે વિચાર્યું કે તડકામાં જઈ સુકવી લઉં.
•
સંતાની વાઈફ ગુજરી ગઈ. એનો દોસ્ત એની પાસે દિલસોજી વ્યક્ત કરી અને બોલ્યો, ‘દોસ્ત તારા માટે શું લાવું?’
સંતાઃ હા, યાર એક કામ કર. મારું લેપટોપ મને આપ.
દોસ્તઃ લેપટોપ! પણ અત્યારે એનું શું કામ?
સંતાઃ મારે ફેસબુક પર મારું સ્ટેટ્સ અપડેટ કરવું પડશેને હવે ... સિંગલ!
•
ટીચરે પપ્પુને પૂછ્યું, ‘શું તું કોઈ મોટા યુદ્ધ વિશે જાણે છે?’
પપ્પુ બોલ્યોઃ ‘સાહેબ, જાણું તો છું, પણ મમ્મીએ ઘરની વાતો બહાર કરવાની ના પાડી છે.’
•
ચંગુઃ ડાર્લિંગ આજે તો તું મને કહી જ દે કે સફળ માણસ કોને કહેવાય?
ચંપાઃ સાચું કહું?
ચંગુઃ હાસ્તો વળી.
ચંપાઃ જે પુરુષ પોતાની પત્ની નાણા ખર્ચે એનાથી વધુ કમાઈ શકતો હોય.
