દીકરોઃ મમ્મી આજે અમે બેમાંથી ત્રણ થયાં.
મમ્મીઃ ખૂબ-ખૂબ અભિનંદન બેટા. શું આવ્યું દીકરો કે દીકરી?
દીકરોઃ મમ્મી, દીકરો કે દીકરી કંઈ નથી આવ્યું. તારી વહુએ બીજાં લગ્ન કર્યાં.
•
ચકોઃ મમ્મી તારા માટે મારી શું કિંમત?
મમ્મીઃ બેટા તું તો મારા માટે લાખોમાં જ નહિ કરોડોમાં એક છે.
ચકોઃ તો મમ્મી એ કરોડોમાંથી ૨૦૦ રૂપિયા આપને, ઇન્ટરનેટ માટે રિચાર્જ કરવાનું છે.
•
છગન ડોક્ટરે એક અભિનેત્રીને સલાહ આપતાં કહ્યું, ‘તમે તમારી આસપાસનું એટમોસ્ફીયર બદલવાની જરૂર છે.’
અભિનેત્રી બોલી, ‘હું બે પતિ, ચાર
નોકર, ત્રણ સેક્રેટરી અને પાંચ ઘર બદલી ચૂકી છું. હવે હું એટમોસ્ફીયર બદલવા માટે શું કરું કહો?’
•
સન્તા પહેલી વાર એક મોંઘી હોટલમાં ગયો, અહીં તો ફાઈવ સ્ટાર હોટલ જેવો સીન હતો. સન્તાએ પેટ ભરીને પરાઠા, સબ્જી, પુલાવ, પાપડ, રાઇતા, સલાડ બધું જ ખાધું.
પછી બિલ આવ્યું. સન્તાએ બિલ ચૂકવ્યું. વેઇટર છૂટ્ટા પૈસા પાછા લઈને આવ્યો. સન્તાએ એ ખિસ્સામાં મૂકયા અને વેઇટરને કીધું, ‘દેખો અગર પેટ મેં કબ્જ રહેતી હો, તો ઊંઝા કા ઇસબગુલ રોજ રાત કો એક ચમ્મચ પાની કે સાથ પિયા કરો. બહુત અચ્છા રહતા હૈ.’
વેઈટર: મગર યે આપ મુઝે કયું બતા
રહે હો?
સન્તા: મેરે એક દોસ્તને બોલા થા, બિલ ચૂકાને કે બાદ વેઇટર કો કુછ ટીપ જરૂર દેના...
ભીખોઃ હેલો ઇમરજન્સી એમ્બ્યુલન્સ ૧૦૮? હું ભીખો બોલું છું. મારો મિત્ર અહીં ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે બાઈક પરથી પડી ગયો છે અને બધે છોલાયું છે. બૂમો પાડે છે. તમે જલ્દી આવો.
૧૦૮ કન્ટ્રોલ રૂમઃ હેલો ભીખાલાલ! એડ્રેસ માટે ઈન્કમટેક્સનો સ્પેલિંગ લખાવો.
ભીખોઃ સ્પેલિંગ નથી આવડતો. થોડી વાર ઊભા રહો.
૧૦૮ કન્ટ્રોલ રૂમઃ હેલો ભીખાલાલ... હેલો.... હેલો...
કોઈ જવાબ ન મળ્યો.
૧૦ મિનિટ પછી ભીખોઃ હવે હું મારા મિત્રને ઘસડીને આરટીઓ ઓફિસ પાસે લાવ્યો છું. સ્પેલિંગ લખો RTO...
•
શેઠઃ (નવા કર્મચારીને) તમને જ્યારે નોકરી પર લીધા ત્યારે તો એમ કહેતા હતા કે તમને ક્યારે પણ થાક લાગતો નથી અને આજે હું તમને ત્રીજી વાર ટેબલ પર સૂતા જોઈ રહ્યો છું.
નવો કર્મચારીઃ સાહેબ, આમ ટેબલ પર સૂવાને લીધે જ તો હું ક્યારેય થાક અનુભવતો નથી.
•
ટીચર (ચિન્ટુને)ઃ શું તું બે જીવિત પ્રાણીના નામ જણાવી શકે છે જેના દાંત નથી?
ચિન્ટુઃ હા, મારા દાદાજી અને દાદીમા.
•
ઘરની બહાર નનામી રાખવામાં આવેલી. મૃતદેહનો ચહેરો ફૂલહારથી ઢંકાયેલો હોવાને કારણે સ્પષ્ટ દેખાઈ નહોતો રહ્યો. ત્યાંથી પસાર થતા એક ભાઈએ નનામી પાસે ઊભેલાં મગનને પૂછયુંઃ કોણ ગુજરી ગયું?
મગને ભોળાભાવે કહ્યુંઃ આ જે નનામી પર સૂતા છે એ...
