એક રાહદારી સાઈકલ સાથે ભટકાઈ પડ્યો. કપડાં ખંખેરી ઊભો થતો હતો, ત્યાં સાઈકલ સવારે કહ્યું કે તમે નસીબદાર છો ભાઈ.
પે’લો માણસ તાડૂક્યોઃ એક તો હાડકાં ભાંગી નાખ્યાં ને ઉપરથી નસીબદાર કહે છે?
સાઈકલ સવારે શાંતિથી કહ્યુંઃ અરે ભાઈ, આજે રજા છે એટલે સાઇકલ પર છું. બાકી રોજ તો હું તોતિંગ ખટારો ચલાવું છે.
•
ઘરમાં સત્યનારાયણની પૂજા હતી.
પત્નીએ પતિને પૂછયુંઃ
‘તને આરતી તો યાદ છે ને...’
‘હા, પેલી પાતળી, માંજરી આંખોવાળી, નમણી અને કમરથી નીચી સાડી પહેરે છે, એ જ ને...’ બસ પછી તો પતિદેવની જ પૂજા થઈ ગઈ...!
•
અંગ્રેજઃ અમે બંજી જમ્પ કરીએ, પેરાશૂટ ડાઇવિંગ કરીએ, ૧૭૫ માઇલની સ્પીડથી ગાડી ચલાવીએ, હિમાલય પર સ્કીઇંગ કરીએ.... તમે એડવેન્ચરમાં શું કરો.
ગુજરાતીઃ અમે એરેન્જડ મેરેજ કરીએ.
