લેસ્ટરઃ ગોલ્ડન માઈલ વિસ્તારના બેલગ્રેવ નેબરહુડ સેન્ટરમાં ગત તા.૨૬-૧-૨૦૧૭ના રોજ ભારતના ૬૮મા ગણતંત્ર દિન અને ગુજરાત હિંદુ એસોસિએશનની સુવર્ણ જયંતિની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ શ્રી મગનભાઈ પી પટેલ ભારત ગયા હોવાથી ઉપપ્રમુખ શ્રી જશવંતભાઈ ચૌહાણે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બર્મિંગહામના કોન્સલ જનરલ શ્રી એસ એમ ચક્રબર્તી હતા. આ પ્રસંગે લેસ્ટરના આસિસ્ટન્ટ સિટી મેયર અને કાઉન્સિલરો, એસોસિએશનના સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. લેસ્ટરના વિવિધ સમાજના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ રિફ્રેશમેન્ટનો આનંદ માણ્યો હતો.

