પોરબંદરઃ ગોસાબારા નજીક વર્ષ ૧૯૯૩માં આર.ડી.એક્સ અને હથિયારોનું લેન્ડિંગ કરાયું હતું. આ કેસમાં દાઉદ ઇબ્રાહિમ અને ઉંમરમિયા ઇસ્માઇલમિયા બુખારી ઉર્ફે મમુમિયા પંજુમિયા સહિતના કુખ્યાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ૧૨ વર્ષથી પોરબંદરની કોર્ટમાં ચાલી રહ્યો છે. પોરબંદરની કોર્ટે તેમજ હાઇ કોર્ટે મમુમિયાના જામીન ફગાવ્યા હતા. આથી તેણે વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટમાં જામીનની અરજી કરી હતી જેનો ચાર વર્ષે તાજેતરમાં નિર્ણય આવ્યો છે અને તેને જામીન ઉપર મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે.
મમુમિયાના વકીલ સુશીલકુમારની દલીલ હતી કે, ડી.એસ.પી.ની મંજૂરી વિના ટાડાની કોઈ પણ ફરિયાદ દાખલ ન થઈ શકે. આ કેસમાં ડી.એસ.પી.ની મંજૂરી મેળવ્યા વગર ટાડા નીચેની ફરિયાદ દાખલ થઈ ગઈ હતી.
