લંડનઃ બ્રિટનમાં વસતાં ગુજરાતી યુગલ મીરા માણેક અને આશિષ ઠક્કર વચ્ચે છૂટાછેડાના કેસમાં સુનાવણી દરમિયાન સ્પેસ ટિકિટ પર આવીને અટક્યો છે. બન્ને વચ્ચેના વિખવાદના કેન્દ્રમાં ૧.૬૦ લાખ પાઉન્ડની એ ટિકિટ છે, જે બ્રિટિશ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસનની અવકાશ યાત્રા માટે બુક કરાવવામાં આવી છે.
મીરા માણેક તેમના પતિ આશિષ ઠક્કરની વિરુદ્ધ આગામી સપ્તાહે બ્રિટિશ હાઈ કોર્ટમાં જવાના છે. કોર્ટમાં તેઓ આશિષના એ દાવાને પડકારશે કે તેમના પતિ પાસે માત્ર ૪,૪૫,૫૪૨ પાઉન્ડની સંપત્તિ છે.
અહેવાલો પ્રમાણે, ૩૩ વર્ષીય ફૂડ રાઈટર અને બ્લોગર મીરાના દાવા પ્રમાણે આશિષ બિલિયોનેર છે. સૂત્રોને ટાંકીને એ કહ્યું હતું, ‘વર્જિન ગેલેસ્ટિકના ઉડ્ડયન અંગે અદાલતમાં ચર્ચા કરવામાં આવશે.
આ એવી સંપત્તિ છે હજુ પણ આશીષ પાસે છે અને તેમની સમગ્ર સંપત્તિની તપાસમાં એ પણ સામેલ થશે. મીરા માગણી કરશે કે આશીષની સંપત્તિનો અહેવાલ તૈયાર કરવામાં ટિકિટની કિંમત પણ સામેલ કરવામાં આવે.’
દુબઈસ્થિત બિઝનેસમેન ઠક્કર મારા ગ્રુપનું સંચાલન કરે છે અને યુકેના લેસ્ટરમાં તેનો જન્મ થયો હતો. ૧૯૭૦ના દાયકામાં ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી કરાયેલા હજારો ઈસ્ટ આફ્રિકન ભારતીયોમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે.
માણેક અને ઠક્કરના લગ્ન ૨૦૦૮માં થયા હતા. પરંતુ ૨૦૧૩માં તેઓ અલગ થયા હતા. ઠક્કરની દલીલ એવી છે કે મારા ગ્રુપમાં શેરની માલિકી તેની નથી પરંતુ તેની માતા અને બહેનના હાથમાં કંપની છે.
૨૦૧૩માં ફોર્ચ્યુન મેગેઝીનમાં ‘ફોર્ટી અંડર ફોર્ટી’ લિસ્ટમાં તેની સંપત્તિ એક બિલિયન ડોલરથી વધુ અને ૧૨ આફ્રિકન દેશોમાં તેના કર્મચારીઓ ફેલાયેલા હોવાનું કહેવાયું હતું. જોકે, આશિષ ઠક્કર કહે છે કે, તેની પાસે ૫ લાખ ડોલરની સંપત્તિ છે.

