ટિફિન બોમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપી નિર્દોષ જાહેર

Wednesday 08th February 2017 07:41 EST
 

અમદાવાદઃ ૨૦૦૨ના વર્ષમાં ગોધરાકાંડ અમદાવાદની એએમટીએસ બસમાં થયેલા ત્રણ ટિફિન બોમ્બ બ્લાસ્ટ કેસમાં હનીફ પાકીટવાલા હબીબી હવાને સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી મૂકયા છે. જયારે અનસ માચીસવાલા અને કલીમ કરીમીની આજીવન કેદની સજા ઘટાડીને જેટલી સજા જેલમાં કાપી તે સજાને પૂરી માનીને છોડી મૂકયા છે. ૨૦૧૧માં ગુજરાત હાઈ કોર્ટે ચાર આરોપીઓને ૧૦ વર્ષની સજા વધારીને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે એક આરોપીને નિર્દોષ છોડી મૂકયો હતો. હાઈ કોર્ટના હુકમ સામે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ હતી.
૨૯મી મે ૨૦૦૨ના રોજ અમદાવાદમાં ત્રણ એએમટીએસ બસમાં પાંચ ટિફિન બોમ્બ મુકાયા હતા. જેમાં ત્રણ ટિફિનના ધડાકા થયા હતા. જયારે એક બોમ્બ ફૂટયો ન હતો. એક બોમ્બ ડિફયુઝ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus