નાટ્યકાર હસમુખ બારાડીનું અવસાન

Wednesday 08th February 2017 07:40 EST
 
 

અમદાવાદઃ જાણીતા નાટ્યકાર-લેખક અને પ્રો. હસમુખ બારાડીનું ૭૯ વર્ષની વયે ચોથી ફેબ્રુઆરીની રાત્રે અવસાન થયું હતું. જીવનના તખ્તા પરથી અંતિમ એક્ઝિટ કરતા પહેલા તેમણે તાજેતરમાં ૩ બુકના કામને પૂર્ણ કર્યું હતું. તેમણે વર્ષો સુધી આકાશવાણી અને દૂરદર્શન પર નાટ્યલેખક અને નિર્માતા તરીકે સેવા આપી હતી. સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક રહ્યા હતા. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરતો જાણીતો
બન્યો હતો.


comments powered by Disqus