પોલિયોગ્રસ્ત દુલ્હનને ઊઠાવીને વરરાજાએ ફેરા ફર્યા!

Wednesday 08th February 2017 07:48 EST
 

અમદાવાદઃ વસ્ત્રાલમાં રવિવારે યોજાયેલા સમૂહલગ્નમાં અન્ય દુલ્હાઓ પોતાની દુલ્હનનો હાથ પકડીને લગ્નના ફેરા ફરતા હતા ત્યારે ૨૫ વર્ષના ટેક્સટાઈલ મિલમાં કામ કરતા ચંદ્રકાંત પરમારે પોતાની ભાવિ પત્ની મીના રાઠોડને હાથમાં ઊઠાવીને ફેરા ફર્યા હતા. એનું કારણ એ  કે મીનાને પોલિયો છે અને તે ઊભી નથી રહી શકતી! આ દૃશ્ય જોઈને ત્યાં હાજર માંડવિયા અને જાનૈયાઓની આંખો ભરાઈ આવી હતી.


comments powered by Disqus