ફોર્ડના માલિક આલ્ફ્રેડ ફોર્ડ સુરતના મહેમાન

Wednesday 08th February 2017 07:33 EST
 
 

સુરતઃ ઇસ્કોન દ્વારા માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જાણીતા બનનારા સર્વશ્રેષ્ઠ મંદિરનું પશ્ચિમ બંગાળના માયાપુર ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે વિશ્વભરમાં જાણીતી ફોર્ડ મોટર કંપનીના માલિકોમાંના એક આલ્ફ્રેડ બુશ ફોર્ડ જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં મહેમાન બન્યા હતા. તેમની સાથે ગુજરાતના ઇસ્કોનના ઝોનલ સેક્રેટરી જશોમતીનંદન પ્રભુ પણ હાજર રહ્યા હતા અને પશ્ચિમ બંગાળના માયાપુરમાં બની રહેલા ટીઓવીપી મંદિર બાબતે ભક્તોને માહિતગાર કર્યા હતા.
આ મંદિર સમગ્ર એશિયા અને સમગ્ર વિશ્વનું સર્વશ્રેષ્ઠ મંદિર બનશે. જે ૧૧૩ મીટર ઉંચાઈએ બની રહ્યું છે. ભક્તોને તેમણે આ મંદિરના યોગદાન માટે પણ વિનંતી કરી હતી. સાથે સાથે મંદિરના દર્શન માટે પણ આહવાન કર્યું હતું. મંદિર માટે ફોર્ડ દ્વારા રૂ. ૨૫૦ કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.


comments powered by Disqus