વિદેશી ભંડોળના કેસમાં તિસ્તા સેતલવાડ સામે તપાસ

Wednesday 08th February 2017 07:38 EST
 
 

અમદાવાદઃ વિદેશી ભંડોળના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સીબીઆઈએ સમાજસેવી તિસ્તા સેતલવાડ, તેમના પતિ જાવેદ આનંદ અને તેમની સંસ્થા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
ગોધરાકાંડ તેમજ ગુજરાતનાં હુલ્લડના પીડિતોને ન્યાય અપાવવા ઝુંબેશ ચલાવનાર તિસ્તાએ સીબીઆઈનાં પગલાં વેરવૃત્તિના હોવાનું જણાવ્યું છે. દંપતી કહે છે કે તેમની પ્રકાશન કંપની સબરંગ કમ્યુનિકેશન્સ એન્ડ પબ્લિશિંગ પ્રા. લિ.ને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ૨,૯૦,૦૦૦ ડોલર એ કન્સલ્ટેશન ફી છે અને સીબીઆઈની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) કહે છે કે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)ના ઉલ્લંઘનમાં પ્રાપ્ત આ ગ્રાન્ટ નથી. સીબીઆઈ અનુસાર ફાઉન્ડેશનના આઈટી રિટર્નમાં એવું જણાય છે કે તેણે રકમને ગ્રાન્ટ તરીકે બતાવીને યુએસમાં કરલાભો લીધા છે. સીબીઆઈ અનુસાર વિદેશી દાતાને સુપરત કરેલી માહિતીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે એસસીપીપીએલ લઘુમતીઓની સંકલ્પનાને ઊંડાણ અને વ્યાપકતા આપવા માટે સરકાર સાથે લોબીઈંગ કરાશે. સીબીઆઈ અનુસાર ધારા હેઠળ રાજકીય પક્ષ સાથે લોબીઈંગને મંજૂરી નથી.


comments powered by Disqus