ભુજઃ ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડીજી મીટ યોજાયા બાદ તાજેતરમાં જ કચ્છમાં પ્રવાસન મીટ યોજાઈ હતી. હવે સફેદ રણમાં ઈસી મીટ યોજવાની તૈયારીઓ શરૂ થઈ છે. હવે ૮ અને ૯મી ફેબ્રુઆરીએ સફેદ રણમાં દેશના ચૂંટણી કમિશનરોની મીટને ઓખરી ઓપ અપાયો છે. આ બેઠકમાં દેશના ચૂંટણી કમિશનરો પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા અને ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાઓનો અમલ કરવાના મુદ્દે મનોમંથન કરશે. અધિકારીઓનાં સ્વાગત, ઉતારા, ટ્રાન્સપોર્ટ માટે ૧૧ જેટલી કમિટીઓ બની છે. રણમાં ૩૦ જેટલા ટેન્ટ પણ બુક થઈ ગયા છે. મીટમાં રાજ્યપાલ ઓ પી કોહલી પણ હાજર રહેશે અને ઈલેક્શન અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

