સાધ્વી જયશ્રીગીરી માફિયાઓ સાથે પણ સંપર્કમાં!

Wednesday 08th February 2017 06:46 EST
 
 

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર મહાદેવ મઠના બરતરફ સાધ્વી જયશ્રીગીરી પાસેથી રૂ. ૨૦૦૦ની ઢગલાબંધ ચલણી નોટો સહિત રૂ. સવા કરોડ રોકડ, સોના અને શરાબ મળી આવવા ઉપરાંત તેમના પર અનેક પાસેથી રૂપિયા પડાવી લેવાનો આરોપ હતો. આશરે ચારેક કૌભાંડમાં ઝડપાયેલા સાધ્વી જયશ્રીગીરીને ચોથી ફેબ્રુઆરીએ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં લવાયાં હતાં. એ પછી ફરી તેને પાલનપુર લઈ જવાયાં હતાં. નોંધનીય છે કે, સાધ્વી જયશ્રીગીરી સાથે સહઆરોપી તરીકે ધરપકડ કરાયેલા તેના સાગરિત ચિરાગ રાવલના પોલીસ રિમાન્ડ પણ સાધ્વી સાથે જ પૂરા થતાં પાલનપુર કોર્ટે તેને પણ પાલનપુર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સાધ્વીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. અગાઉ સાધ્વીએ જામીન અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે એ અને આગામી જામીન માટેની અરજી નામંજૂર કરી હતી. જેથી સાધ્વીને પાલનપુરની સબજેલમાં મોકલી દેવાયા હતા. સાધ્વી માફિયાઓ સાથે પણ સંપર્કમાં હોવાના પુરાવાઓ પોલીસને મળ્યા છે. જોકે સાધ્વી
પોતાના પરના દરેક આરોપ ફગાવી રહ્યાં છે.


comments powered by Disqus