હળવી ક્ષણોએ...

Wednesday 08th February 2017 06:33 EST
 

એક સુંદર યુવતી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તેને જોઈને એક યુવાન બોલ્યોઃ ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દિવસે કેમ નીકળ્યો?
હાજરજવાબી યુવતી બોલીઃ અરે ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દિવસે કેમ બોલ્યું?

છગન (દુકાનદારને)ઃ કોઈ સારું કપડું બતાવો.
દુકાનદારઃ પ્લેનમાં દેખાડું?
છગનઃ અરે, એરપોર્ટ સુધી જવાની શી જરૂર? અહીં તમારી દુકાનમાં જ દેખાડો ને!

ચમન ભેંસ ખરીદવા ગયો. ભેંસને બરાબર જોઈ-તપાસીને કહ્યું કે આ તમારી ભેંસના ૬૦૦૦ રૂપિયા આટલા બધા વધારે થોડા હોય?! જુઓને એની તો એક આંખ પણ નથી...
ભેંસનો માલિકઃ અલ્યા ભાઈ, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે.

દર્દીઃ ડોક્ટર સાહેબ, તમે ચોક્કસ કહો છોને કે મને કમળો છે. આ તો ઘણા કેસમાં એવું બનતું હોય છે કે ડોક્ટર સારવાર કરે છે કમળાની ને દર્દી મરે છે બીજી કોઈ બીમારીથી.
ડોક્ટરઃ તમે જરાય ચિંતા ના કરો. હું કમળાની સારવાર કરીશ તો પણ તમારું મૃત્યુ કમળાથી જ થશે.

જજઃ હું તને જેલમાં મોકલું છું.
ચોરઃ શું ચાર્જ લાગશે?
જજઃ કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ ચાર્જ છે.

એક બાળક તેની દાદી પાસે ગયો અને બોલ્યોઃ દાદીજી, તમે શેરડી ખાશો?
દાદીઃ કેવી રીતે ખાઉં, મારા મોઢામાં તો એક પણ દાંત નથી...
બાળકઃ તો સારુ, આ શેરડી સાચવો હું રમીને આવું છું.

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા.
પહેલો બોલ્યોઃ મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યોઃ હું તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હસીને બોલ્યોઃ તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યોઃ ચાંપલા, મને ખબર જ હતી કે તું વચ્ચે જરૂર બોલીશ જ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.

નટુઃ પંડિતજી મને સંસ્કૃત શીખવોને!
પંડિતજીઃ તો દેવોની ભાષા છે તારે કેમ
શીખવી છે?
નટુઃ મર્યા પછી સ્વર્ગમાં જઇશ તો કામ આવશેને!
પંડિતજીઃ અને જો નર્કમાં જઇશ તો..?
નટુઃ તો મને ગાળો ભાંડતા તો આવડે છે!

પત્નીઃ તમે મને કેટલો પ્રેમ કરો છો?
ઈન્કમટેક્સ ઓફિસર પતિઃ ૮૫ ટકા.
પત્નીઃ હેં... ૮૫ ટકા. કેમ ૧૦૦ ટકા નહીં?
પતિઃ ૧૫ ટકા સર્વિસટેક્સ ના લાગે?

જીવનનું કઠોર સત્યઃ
જ્યારે કોઈ પરિણિત પુરુષ કહે કે વિચારીને બતાવીશ... તેનો સીધો અર્થ થાય છે કે પત્નીને પૂછીને બતાવીશ.

પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે! બન્ને હોઠો પર ખુશી લાવે છે! પણ હૃદયમાં દુઃખ લાવે છે!!

એક માણસઃ મારી પત્ની તો દેવદૂત છે દેવદૂત!
બીજો માણસઃ તું નસીબદાર છે, મારી પત્ની તો હજી જીવે છે.

એક રેસ્ટોરાંમાં બેઠેલાં પ્રેમીએ પ્રેમિકાને કહ્યુંઃ જાનુ શું મંગાવવાની ઈચ્છા છે?
પ્રેમિકા ધીમેથી બોલીઃ મારા માટે એક મસ્ત કોફી અને તારા માટે એમ્બ્યુલન્સ. કારણ કે જો દરવાજા પાસે તારી વાઈફ ઊભી છે.


comments powered by Disqus