મરાઠીઓ પાસે દારૂ છે પણ પાણી નથી.
બિહારીઓ પાસે પાણી છે પણ દારૂ નથી.
ગુજરાતીઓ પાસે બેય છે...
...પણ પરમિટ નથી!
•
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રેસ્ટોરન્ટનો વેઈટર પણ કેજરીવાલને પૂછી બેઠો :
‘સર, પહેલે મેનુ દિખાઉં, યા ડિગ્રી?’
•
ટીચરઃ બોલો તો બાળકો ડેટ અને તારીખમાં શું ફરક છે...
ચંદુઃ મેડમ ડેટ પર છોકરી સાથે જવાય, જ્યારે તારીખ પર વકીલ સાથે જવાય....
•
આખો દિવસ મોલમાં આંટા મારીને મીના અને સીમાએ શોપિંગ કર્યું અને છેલ્લે વજન કર્યું તો ખબર પડી કે ૧૦૦ ગ્રામ વજન ઘટી ગયું.
જોતાં બંનેએ નક્કી કરી દીધું કે હવેથી રોજ શોપિંગ કરશે...
સાંભળતાં બંનેના પતિઓનું પાંચ-પાંચ કિલો વજન ઉતરી ગયું..
•
તમારી ગર્લફ્રેન્ડ શું બોલે છે અને એનો શું મતલબ થાય છે?
(કટિંગ કાપીને હંમેશાં જીન્સના ખિસ્સામાં રાખો.)
(૧) બહુ વાતો ના કરાવ. મારું બેલેન્સ પતવા આવ્યું છે (મતલબ, જલ્દી બેલેન્સ કરાવી દે.)
(૨) એ તો માત્ર મારો ફ્રેન્ડ છે. (મતલબ, નેકસ્ટ નંબર એનો છે.)
(૩) શોપિંગ કરવા જવું છે? (મતલબ, તારું ક્રેડિટ કાર્ડ છે ને?)
(૪) આજકાલ આપણે બહુ ઝગડવા માંડયા છીએ. (મતલબ, તું નીકળ, મારે બીજો બકરો પટાવવાનો છે.)
(૫) આઈ નીડ માય પર્સનલ સ્પેસ (મતલબ, તું જશે તો જગ્યા થશે ને, બીજા માટે...)
(૬) આ જોયું? ફિલપકાર્ટનું સેલ ચાલે છે! એમાં બધું જ મળે છેઃ ડ્રેસિસ, જવેલરી, એસેસરીઝ, ગિફટ આઇટમ્સ... (મતલબ, ‘સેલ’ પતે એની પહેલાં ‘ડીલ’ પતાવ, નહિતર...)
•
પત્ની: જુઓ તમે ફરી દારૂ પીને આવ્યા! ખબર છે કેટલા વાગ્યા છે?
પતિ : હા, બારમાં પાંચ કમ.
પત્ની : અરે, સવારના સાત વાગ્યા છે! તમને બારમાં પાંચ કમ ક્યાંથી દેખાય છે?
પતિ : કેમ, બારમાંથી પાંચ કમ થાય તો સાત જ રહે ને?
•
પ્રેમિકા: અરે, જલ્દી ખિડકી સે કૂદો, પાપા આ રહે હૈં
પ્રેમી: મગર યે તો તેરહવી મંઝિલ હૈ
પ્રેમિકા: અરે, ઓડ-ઈવન સોચને કા ટાઈમ નહીં હૈ... કૂદો!
•
ટીકૂઃ દરિયામાં લીંબુનું ઝાડ હોય તો તું કેવી રીતે તોડે?
ચીકુઃ ચકલી બનીને...
ટીકુઃ માણસને ચકલી તારા પપ્પા બનાવશે?
ચીકુઃ તો દરિયામાં લીંબુનું ઝાડ કોમ તારા પપ્પા ઉગાડશે?
•
ટીચરઃ બેટા, ભેંસનું દૂધ પીવાનું રાખ, મોટો માણસ બનીશ.
વિદ્યાર્થીઃ જો ભેંસનું દૂધ પીવાથી જ મોટા માણસ થવાતું હોય તો પાડો આજે કલેકટર બની ગયો હોત.
શિક્ષકઃ જેને સંભળાતું ન હોય તેને શું કહેવાય?
શિષ્યઃ કંઈ પણ કહી દો, એને ક્યાં સંભળાય છે....
•
લગ્નના બીજા દિવસે અચાનક જ પત્ની પતિને મારવા લાગી. બધાંએ માંડ-માંડ છોડાવ્યો પછી પૂછયુંઃ મારે છે કેમ આટલો બધો?
પત્નીઃ આ મારી ચામાં તાવીજ બોળીને મને એના વશમાં કરવા માંગે છે.
પતિઃ અરે ઓ... ડોબી, આ તાવીજ નથી, ટી બેગ છે.
•
આને કહેવાય જોબ સેટિસફેકશનઃ ભગાને ગર્લ્સ હોસ્ટેલમાં રિસેપ્શનિસ્ટની નોકરી મળી.
બે મહિના પછી માલિકે ભગાને બોલાવીને પૂછયુંઃ બે મહિના થઈ ગયા તો પણ તમે પગાર લેવા જ કેમ નથી આવતા.
ભગોઃ પગાર પણ મળશે આનો?!
•
નાનાકડો ચિંટુ મમ્મી પર બહુ ગુસ્સે હતો.
ચિંટુઃ પપ્પા તમે મમ્મીમાં એવું તો શું જોયું કે લગ્ન કરી લીધાં?
પપ્પાઃ તારી મમ્મીના ગાલ પરનો નાનકડો તલ.
ચિંટુઃ એવડા નાના અમથા તલ માટે આવડી મોટી મુશ્કેલી સાથે બાથ ભીડી લીધી.
•
એક વડીલે સાંભળવાનું નવું મશીન લગાવ્યું. નવું મશીન એકદમ નાનું હતું જેથી તે ધ્યાનમાં આવતું ન હતું. એક અઠવાડિયા બાદ વડીલ ડોક્ટર પાસે ગયા.
ડોક્ટરઃ નવું મશીન કેવું ચાલે છે.
વડીલઃ બહુ સરસ ચાલે છે. સગાં-સંબંધીઓની બધી વાતો સારી રીતે સાંભળી શકું છું.
ડોક્ટરઃ તો તો એ બધા બહુ ખુશ હશે ને...
વડીલઃ ના, ના. મેં તેમને જણાવ્યું જ નથી. હું પહેલાંની જેમ બેસી રહું છે અને તે લોકો મને બહેરો સમજીને વાતો કરતા રહે છે. છેલ્લા એક અઠવાડિયામાં હું ત્રણ વાર મારી વસિયત બદલી ચૂક્યો છું.
