વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૧૮મા વંશજ પૂ. વ્રજરાજકુમારજીની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવાર તા.૪-૮-૧૭ના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરોમાં પવિત્રા બારસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જેજેશ્રીએ પૂ.ઈન્દિરાબેટીજી (પૂ. જીજી)ના જીવન અને તેમણે કરેલા કાર્યોની ક્લિપ્સ દ્વારા માહિતી આપી હતી. તેમાં સંખ્યાબંધ સાધુ અને મહાનુભાવો અન્ય લોકોના કલ્યાણ માટે પૂ. જીજીએ જીવનભર કરેલી નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરતા જણાયા હતા. પૂ. જીજીને જાણનાર સૌ કોઈ તેમની ખોટ અનુભવતા હોય તેવું લાગતું હતું.
જેજેશ્રી VYO ઈન્ટરનેશનલના સ્થાપક પણ છે અને તેમના નેતૃત્વ અને અભૂતપૂર્વ માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં લોક કલ્યાણના અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે.
પવિત્રા બારસની ઉજવણી પ્રસંગે જેજેશ્રીની ઉપસ્થિતિથી યુકેના વૈષ્ણવોએ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી.

