ટીચરઃ હું બે વાક્ય આપીશ, તેમાં અંતર જણાવો...
તેણે વાસણ ધોયા. તેને વાસણ ધોવા પડ્યા.
સંજુઃ સર, પહેલા વાક્યમાં કર્તા અપરિણીત છે અને બીજામાં પરિણીત છે.
•
એક વાર એક છોકરાએ તેના પપ્પાને પુછ્યું કે, પપ્પા રાજકારણ એટલે શું?
તો પપ્પા કહ્યું, ‘બેટા ટેબલ ઉપર બેસી જા પછી પપ્પા કહ્યું કે હવે ત્યાંથી કુદકો માર.’
છોકરો કુદકો મારવા ગયો તો એના પપ્પા ત્યાંથી ખસી ગયા... ને છોકરો પડ્યો...
પપ્પાએ કહ્યું: રાજકારણનો પેલો પાઠ... રાજકારણમાં સગા બાપનો પણ વિશ્વાસ ના કરવો.
•
ટાયટેનિક ફિલ્મને ગુજરાતીમાં બનાવો તો નામ શું આપશો?
‘નાવડી ડૂબી ગોરી તારા પ્રેમમાં’
•
એક વાર એક સિંહ જંગલમાં ટાઇમ પાસ કરતો હતો.
પહેલાં તેણે સસલાને બોલાવ્યું અને કહ્યું ‘અલ્યા સસલા, જંગલનો રાજા કોણ?’
બિચારું સસલું કહે ‘બાપુ તમે છો.’
થોડી વારમાં શિયાળ આવ્યું.
તેની પાસે પણ બોલાવ્યું. સિંહ: ‘બોલ શિયાળ જંગલનો રાજા કોણ?’
શિયાળ: ‘રાજા તમે છોને...’
થોડી વારમાં હાથી તેની પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હતો.
સિંહ: ‘અલ્યા હાથીડા જંગલનો રાજા કોણ?’
હાથી તો ગરમ થયો ને સિંહને સૂંઢમાં લઈને ખેંચીને ઝાડ સાથે પછાડ્યો.
થોડી વારમાં સિંહ તો લંગડાતો લંગડાતો આવ્યો ને બોલ્યો: ‘ભાઈ, જવાબ ના આવડે તો કંઈ નહીં પણ આવું ના મરાય. ક્યાંક કિડની-બિડની ફેલ થઇ જાય.’
•
છોકરોઃ આઈ લવ યુ!!!
છોકરીઃ હું સરને કહીં દઈશ.
છોકરોઃ સર તો પરણેલા છે... મને કે ને...!!!
•
ભૂરો લોહીલુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યો પડ્યો કણસતો હતો...
લોકો ભેગા થયા. એમાંથી કોઈ બોલ્યું...
‘અલ્યા... હાલો, ભૂરાને ઘરે લઈ જઈએ તેમને નિરાંત થશે.’
ભૂરોઃ હજી હાડકાં ભાંગવા છે તારે નકામા... ઘરેથી જ આવું છું!!!
•
ભૂરોઃ પપ્પુ તારા લગ્ન નર્સ સાથે થયાં એ કેટલું સારું છે? નાની નાની બિમારીઓ માટે દવાખાને જવાનું જ નહીં.
પપ્પુઃ પણ એક તકલીફ મોટી છે. મારી પત્નીને સિસ્ટર ન કહું ત્યાં સુધી ધ્યાન દેતી નથી.
•
પત્નીનો પિયરથી ફોનઃ હમણાં તબિયતનો ખ્યાલ રાખજો. ડેન્ગ્યુની બિમારી વ્યાપક બની છે.
પતિઃ મચ્છર શેના માટે આવશે? લોહી તો અત્યાર સુધીમાં ચૂસાઈ ગયું છે.
•
પતિઃ તું નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી!
પત્નીઃ તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો.
•
પત્નીઃ મુમતાઝનાં મર્યા પછી શાહજહાંને ‘તાજમહેલ’ બંધાવ્યો તો... તો મારા મર્યા પછી તમે શું બંધાવશો.
પતિઃ ગોપાલ મહારાજનું ટીફીન...!
