ઇન્સ્પેકટરઃ એ’લા તમે બધા કયાં છો?
કોન્સ્ટેબલ: ગાંધી રોડ પર. એક પત્નીએ એના પતિને ગોળી મારી દીધી છે એના ઘરની બહાર ઊભા છીએ...
ઇન્સ્પેકટર: કેમ શું થયું હતું કે પતિને ગોળી મારી દીધી?
કોન્સ્ટેબલ: મેડમના ઘરે આજે કામવાળી નો’તી આવી એટલે જાતે પોતાં મારવા પડ્યાં અને હજી સુકાયું પણ નહોતું ત્યાં એના ઘરવાળા પહેરેલા બૂટ સાથે ઘરમાં પગ મૂક્યો એટલે ગોળી મારી દીધી...
ઇન્સ્પેકટર: અરે તો ઊભા છો શેના પકડીને એને જેલ ભેગી કરો?
કોન્સ્ટેબલ: પણ સાહેબ હજી પોતું માર્યું છે ત્યાં સુકાયું નથી...
•
મારું હજી કંઈ નક્કી નહીં, હું તને સાંજે કહું...!
ગુજરાતીઓની ‘ના’ પાડવાની ઓફિશિયલ પદ્ધતિ..!!
•
પાડોશમાં સત્યનારાયણની કથા હતી. અમથાકાકા પણ તેનો લાભ લેવા પહોંચી ગયા. આરતીની થાળી કાકાની સામે આવી. કાકાએ ખિસ્સામાં હાથ ફંફોસી દસ રૂપિયાની નોટ મૂકી દીધી... ઘણી ભીડ અને ધક્કામુક્કી હોવાના કારણે કાકાનું ધ્યાન એના પર નહોતું ગયું કે ૧૦ની નોટ ઘણી ફાટી ગયેલી છે. એવામાં અચાનક પાછળ ઉભેલી મહિલાએ ખભા પર હળવી ટપલી મારીને ૨૦૦૦ રૂપિયાની નોટ કાકા તરફ આગળ વધારી. કાકાએ ૨૦૦૦ની નોટ લઈ આરતીની થાળીમાં મૂકી દીધી અને પછી કાકા તો અંતરમનથી ઘણો સંકોચ અનુભવવા માંડ્યાને બીજી તરફ મહિલા પ્રત્યે સન્માન પણ જાગ્યું. સતત મનમાં મંથન કરતા કહે... શું શ્રદ્ધા છે!! ભેટમાં ૨૦૦૦!!! સાચે જ શ્રદ્ધાને કોઈ પહોંચી શકતું નથી. બહાર નીકળતા મહિલાને સન્માન સાથે નમન કરી આતુરતાથી પૂછયું, બેન!! તમે આરતીની થાળીમાં ૨૦૦૦ આમ દાન કરી દીધા!!!. પછી મહિલાએ કાકા તરફ હસતા પ્રેમથી કહ્યું, ‘ભાઈ... ૧૦ની નોટ કાઢતાં ૨૦૦૦ની નોટ તમારા ખિસ્સામાંથી પડી ગઈ હતી ને હું તમને આપતી હતી.’
•
પિતાઃ તારા કેટલા ટકા આવ્યા.
પુત્રઃ નાપાસ.
પિતાઃ બાજુવાળી છોકરીને કેટલા આવ્યા.
પુત્રઃ ૯૦ ટકા.
પિતાઃ અને જો અને એનામાંથી કંઈક શીખ.
પુત્રઃ એને જોવામાં જ નાપાસ થયો.
•
બકાએ એના સંસ્કૃતના પ્રોફેસરને પૂછયુંઃ સાહેબ, હીન શોરક નપામ્રધુ । હીન શોરક નપાદ્યમ । આ શ્લોકનો અર્થ શું થાય? પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું, ઘણી ચોપડીઓ વાંચી... આખી લાઇબ્રેરી ફરી વળ્યાં... ગૂગલ પણ જોયું... પણ કશું નહીં સમજાયું. ૪ દિવસ પછી પ્રોફેસર બકા પાસે આવ્યા અને સમર્પણ ભાવે પૂછયું કે, ‘અરે બકલા... તેં આ શ્લોક ક્યાં વાંચ્યો. મને આનો અર્થ સમજાતો જ નથી.’
બકો થોડું હસ્યો ને કહે, ‘સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઈ જ નથી જરા ઊલટું વાંચી જોઓ... સમજાઈ જશે.’
ઊલટું વાંચતાની સાથે જ સાહેબ... બેભાન.
•
એક ઘરમાંથી રાત્રે ચોર ચોરી કરીને ભાગવા જતો હતો ત્યાં ટેણિયાની આંખ ખૂલી ગઈ અને ચોરને જોઈને બોલ્યો, ‘મારી સ્કૂલ બેગ પણ લઈ જા નહીં તો બૂમો પાડીને બધાને જગાડી દઈશ.’
•
પતિએ પત્નીને કહ્યુંઃ તું જ્યારે જ્યારે તારા પિયર જાય છે ત્યારે તને કેવું લાગે છે?
પત્નીઃ અમે સ્ત્રીઓ ભલે ૪૫ની થઈ જઈએ પણ પિયરમાં પગ મૂકતાં જ ૧૬ વર્ષની હોઈએ એવું
લાગે છે.
પતિઃ ઓહ... બહુ સારી વાત કહેવાય.
પત્નીઃ તમે કહો, તમને ૧૬ વર્ષના હો તેવું ક્યારે અનુભવો છો?
પતિઃ હું પણ જ્યારે તું પિયર જાય છે ત્યારે...
