વો મુડ મુડ કે
દેખ રહે થે હમેં
હમ મુડ મુડ કે
દેખ રહે થે ઉન્હે
વો હમેં... હમ ઉન્હેં
વો હમે.. હમ ઉન્હે
ક્યું કિ, એક્ઝામ મેં
...ન ઉન્હે કુછ આતા થા
ના હમેં!
•
વિજય માલ્યાએ એનું વોટ્સ-એપ સ્ટેટસ બદલી નાંખ્યું છે :‘ગિવ મિ અ લોન, એન્ડ લિવ મિ અલોન!’
•
બેટાઃ તને આ ઈનામ કેવી રીતે મળ્યું?
પુત્રઃ વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતાઃ સરસ, પણ વિષય કયો હતો?
પુત્રઃ ઓછું બોલવાથી થતા ફાયદા.
•
એક વાર અમેરિકામાં અચાનક હવામાનમાં ભારે પલ્ટો આવતાં પાઇલટે ટર્ન મારી પહાડીઓની વચ્ચેથી કટ મારી-મારીને મહામુશ્કેલીએ
વિમાનને એરપોર્ટ પહોંચાડ્યું. એરપોર્ટ પર પહોંચતાં જ બધાએ તેને અભિનંદન આપતાં-આપતાં તેની આ કુશળતાનું રહસ્ય પૂછયું તો પાઇલટે કહ્યું... ‘પહેલાં હું અમદાવાદમાં સિટી બસ ચલાવતો હતો.’
•
એક પ્રેમી-પ્રેમિકા દરિયાકિનારે બેઠાં હતાં.
પ્રેમિકાએ રડતાં-રડતાં પૂછયુંઃ તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?
પ્રેમીએ તેનાં આંસુનું ટીપું પોતાની આંગળી પર ઝીલ્યું અને તેને દરિયામાં નાખતાં કહ્યુંઃ તારા આંસુનું આ ટીપું પાછું ના મળે ત્યાં સુધી...
દરિયામાંથી અવાજ આવ્યોઃ આ શું રોજ નવાં-નવાં ગતકડાં શોધી લાવો છો, ઘેરભેગાં થાવ.
•
ચાર-પાંચ વડીલો ગામને પાદરે બેઠા હતા.
એક વડીલઃ આજકાલ કરસન દેખાતો નથી. શું સમાચાર છે?
બીજા વડીલઃ તેણે તો મણિ બેસાડી છે ને...
ત્રીજા વડીલઃ શું વાત કરો છો?! આ ઉંમરે તેણે આ શું કર્યું?...
ચોથા વડીલઃ હા ભાઈ, ઘોર કળિયુગ છે આ તો...
ત્યાં જ બાબુકાકા બગડ્યાઃ અલ્યા ડોબાઓ, મગજ નથી તમારામાંથી કોઈનું? તેણે મોતિયો ઉતરાવ્યો છે અને આંખમાં તેની મણિ બેસાડી છે...
•
ગર્લફ્રેન્ડઃ કાલે મારા પપ્પાએ મને તારી બાઇક પાછળ કોલેજ જતી જોઈ લીધી.
બોયફ્રેન્ડઃ પછી?
ગર્લફ્રેન્ડઃ તને તો ખબર જ છે મારા પપ્પા કેટલા કડક છે? સવારે આપેલા બસના ભાડાના પૈસા પાછા લઈ લીધા.
•
નરેન્દ્ર મોદીનું પૂતળું લંડનના તુસાં મ્યુઝિમમાં મૂકાયાના સમાચાર હવે જૂના થઇ ગયા છે. હવે સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીનું પૂતળું પણ મુકાશે...
ડિઝની લેન્ડમાં!
•
ચાલો માન્યું કે, લગ્નમાં છોકરીવાળા પાસે દહેજ માંગવું એ એક પાપ છે, પરંતુ... છોકરીઓને પણ હંમેશાં સરકારી નોકરીવાળો કે લાખોના પેકેજવાળી નોકરી કરતો જ છોકરો જોઈતો હોય છે... તેમાં કયું પૂણ્ય છે?
•
ભગાની વાઇફનો એક્સિડન્ટ થતાં બેભાન થઇ ગઇ. બધાં તેને મૃત સમજીને અગ્નિસંસ્કાર માટે લઈ જવા લાગ્યા. રસ્તામાં અર્થી એક થાંભલા સાથે અથડાતાં ભગાની પત્ની ભાનમાં આવી ગઈ એટલે તેને પાછી ઘરે લાવવામાં આવી.
એક વર્ષ પછી તે સાચ્ચે જ મૃત્યુ પામી. સ્મશાનયાત્રામાં બધા ‘રામ બોલો ભાઈ રામ’ બોલતા હતા ત્યાં માત્ર એક ભગો એમ બોલતો હતો, ભાઈ, થાંભલાથી થોડા દૂર ચાલજો...
