ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને કહ્યુંઃ જ્યારે તમે લોકો કોઈને પ્રપોઝ કરો છો તો તે વખતે તેનો હાથ કેમ પકડી લો છો?
બોયફ્રેન્ડઃ સાચું કહું, પોતાની જાતને બચાવવા માટે. ક્યાંક થપ્પડ ના પડે.
•
એક પતિ-પત્ની ઘરે શાંતિથી બેઠાં બેઠાં ન્યુઝ પેપર વાંચતા હતા.
પત્નીએ એક ચટપટા સમાચાર જોયાં તો પતિને કહ્યુંઃ સમાચાર છે કે એક ૮૦ વર્ષના કુંવારા ડોસાએ લગ્ન કર્યાં.
પતિએ ઠંડો નિસાસો નાંખતા કહ્યુંઃ બિચારા આખી જિંદગી શાણપણ બતાડ્યું, ઘડપણમાં બેવકૂફી કરી.
•
ટીચરઃ સાચો માનવી એ છે કે જે બીજાને
મદદ કરે.
ચિંટુઃ પણ મેડમ, પરીક્ષા વખતે તો ના તમે સાચા માણસ બનો છો અને ના બીજાને બનવા
દો છો.
•
ભગાને સાઇકલ ચલાવવામાં બહુ થાક લાગતો હતો એટલે બાઈક ખરીદ્યું.
બાઈકમાં કમર દુખતાં ગાડી ખરીદી.
હવે આરામદાયક જીવનના કારણે વધારે પડતા જાડા થઈ ગયા.
વજન ઘટાડવા જીમ જોઈન કર્યું તો જીમવાળાએ પાછી સાઇકલ જ હાથમાં પકડાવી.
•
એક વાર એક કલેક્ટર, પોલીસ અધિકારી અને ટીચર બેસીને વાતો કરી રહ્યા હતા.
કલેક્ટરઃ અમે તો અમારા જિલ્લાના માલિક કહેવાઈએ. જેની પાસે જે કામ કરાવવું હોય એ કરાવી શકીએ.
પોલીસ અધિકારીઃ અમે તો જેને ઈચ્છીએ તેને જેલમાં નાખીને પાવર બતાવી શકીએ.
ટીચર (એકદમ શાંતિથી)ઃ અમારે તો માત્ર બાળકો પણ પાવર બતાવવાનો, જેટલો બતાવવો હોય એટલો. પછી આગળ જઈને એમને
કલેક્ટર બનવું હોય તો કલેક્ટર બને અને પોલીસ અધિકારી બનવું હોય તો પોલીસ અધિકારી બને.
•
પહેલાં તે મારી ગર્લફ્રેન્ડ હતી, હું બોલતો અને એ સાંભળતી હતી.
પછી એ મારી મંગેતર બની, એ બોલતી અને હું સાંભળતો.
જ્યારથી એ મારી પત્ની છે, અમે બંને બોલીએ છીએ અને પડોશીઓ સાંભળે છે.
•
પત્નીઃ મંગળ પર જીવન છે.
પતિઃ મારા માટે તો પૃથ્વી પર પણ નથી.
•
બે ઉંદર બાઇક લઈને ફરવા નીકળ્યા.
રસ્તામાં સિંહે લિફટ માગી.
ઉંદરઃ પહેલાં વિચારી લેજે. પછી તારાં મા-બાપ તને કહે નહીં કે ગુંડાઓ સાથે ફરે છે.
•
એક બાળક દુકાનદારનેઃ અંકલ ગોરા થવાનું ક્રીમ છે.
દુકાનદારઃ હા છે ને.
બાળકઃ તો લગાવતા કેમ નથી રોજ જોઈને ડરી જઉં છું તમને.
•
પતિ-પત્ની વચ્ચે અબોલા હતા.
પત્નીઃ હવે હું ૧૦ સુધી ગણીશ. જો તમે મારી જોડે નહીં બોલો તો હું ઝેર પી લઈશ.
પત્નીઃ ૧, ૨, ૩, ૪, .... ૮...
પતિ ચૂપ જ રહ્યો.
પત્નીઃ ૯
પત્નીઃ બોલોને પ્લીઝ ....
પત્નીએ રડવાનું શરૂ કર્યું.
પતિઃ તું ગણતરી ચાલુ રાખ.
પત્નીઃ હે ભગવાન સારું થયું... તમે બોલ્યા નહીં તો હું ઝેર પીવાની જ હતી.
