નીપા સિંહ ‘મિસિસ યુએન ક્લાસિક’

Thursday 13th July 2017 01:34 EDT
 
 

અમદાવાદઃ શહેરનાં ૪૫ વર્ષીય મહિલા નીપા સિંહે જમૈકામાં યોજાયેલી બ્યૂટી કોન્ટેસ્ટમાં વર્ષ ૨૦૧૭નું ‘મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક’ ટાઇટલ જીત્યું છે. નીપા સિંહ ૧૮ વર્ષીય પુત્રના માતા છે અને આ ઉંમરે કોઇ મહિલાએ આ કોન્ટેસ્ટ જીતી હોય તેવો ભારતનો આ પ્રથમ કિસ્સો છે. નીપા સિંહે આ સ્પર્ધા જીતી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. આ કોન્ટેસ્ટ જમૈકામાં આઠમી જુલાઇએ યોજાઇ હતી.


comments powered by Disqus