અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ના આપતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય તેવા ૧૫ આગેવાનો કાર્યકરોને છઠ્ઠીએ કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં હતાં.
કોંગ્રેસે છ વર્ષ માટે જેમને સસ્પેન્ડ કર્યા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાંથી બે થરાદ બેઠક પરથી પ્રદેશ ડેલિગેટ એવા માવજી પટેલ અને કાંકરેજ બેઠક પરના કાર્યકર લેંબુજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે. પ્રાંતીજ બેઠક પર કાર્યકર રાજેન્દ્રસિંહ ઝાલા, હિંમતનગરમાં ચંદ્રકાંત પટેલને અમદાવાદ શહેરમાં કોર્પોરેટર અતુલ પટેલ, નરોડામાં કશ્યપ રાજકુમાર, ઘાટલોડિયા બુધાજી ઠાકોર, અસારવા લલિત રાજપરાને સસ્પેન્ડ કરાયા છે. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર કાર્યકરે મહેશ મજેઠિયા, લુણાવાડા બેઠક પર રતનસિંહ રાઠોડ, વીરમગામ ધ્રુવ જાદવ, બેચરાજી કિરિટ પટેલ, ખેરાલુ મુકેશ દેસાઈ, મોરવા હડફ ભૂપત ખાંટ અને રાપર બેઠક પર પૂર્વ નાણાપ્રધાન બાબુ મેઘજી સાહનો સમાવેશ થાય છે.

