કોંગ્રેસનો જીતનો દાવો ખોટો પડશેઃ વિજય રૂપાણી

Sunday 17th December 2017 05:18 EST
 
 

વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવારે મતદાન બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારોનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, દર વખતની જેમ વખતે પણ કોંગ્રેસનો જીતનો દાવો ખોટો સાબિત થશે. ૨૦૦૨ હોય, ૨૦૦૭ હોય કે પછી ૨૦૧૨ દર વખતે ચૂંટણીમાં કોંગ્રેસના જીતના દાવા ખોટા સાબિત થાય છે.  વયોવૃદ્ધ લોકોની સાથે પહેલીવાર મતદાન કરનાર યુવા નાગરિકો પણ મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યાં હતાં. આ દૃશ્યોથી જણાય છે કે, આ ભાજપતરફી જુવાળ છે. મતદાન પરથી લાગે છેકે, ભાજપ ૧૫૦થી વધુ બેઠકોનો લક્ષ્યાંક અચૂક પાર પાડશે.


comments powered by Disqus