ડબલિનઃ યૌનશક્તિ વધારવાના ઉપયોગમાં લેવાતી વાયગ્રાએ આયરલેન્ડના એક શહેરમાં રહેતા લોકોની તકલીફ વધારી દીધી છે. આ શહેરમાં વાયગ્રા બનાવનારી અમેરિકાની ફાઇઝર કંપનીની ફેક્ટરી આવેલી છે અને સ્થનિક લોકોનો દાવો છે કે આ ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાને કારણે પુરુષ અને મહિલાઓ તો ઠીક શ્વાન પણ ઉત્તેજિત થઈ જાય છે.
એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે આયરલેન્ડના દક્ષિણ-પશ્ચિમ કિનારે કાઉન્ટી કોર્કના રિગાસ્કિડી વિસ્તારમાં રહેનાર રહેવાસીઓનું કહેવું છે કે દિગ્ગજ દવા કંપનીમાંથી નીકળતો ધુમાડો લોકો માટે મુસીબત ઊભી કરી રહ્યો છે. જોકે લોકોને આ માટે કોઈ ફરિયાદ નથી.
હેર ડ્રેસર તરીકે કામ કરતો સેડી કહે છે કે અમે વર્ષોથી આ ‘પ્રેમાળ ધુમાડો’ મફતમાં મેળવી રહ્યાં છે. સેડીએ જણાવ્યું હતું કે જિઞ્જાસાના કારણે બહારના લોકો અહીં નિયમિત આવે છે અને પછી પાછા જતા નથી. તે લોકો અહીં જ વસી જાય છે. કારણ કે અહીંની હવામાં કંઈક છે. મુશ્કેલી હોવા છતાં કેટલાક મિત્રો માટે આ બાબત આશીર્વાદરૂપ હોઈ શકે છે.

