ટીચરઃ હરીશ, અકબરે ક્યાં સુધી શાસન કર્યું હતું?
હરીશઃ મેડમ, ઈતિહાસના પુસ્તકના પેજ નં. ૧૪થી પેજ નં. ૨૦ સુધી.
•
એક વાર પતિ-પત્ની બગીચામાં એકબીજાનો હાથ પકડીને ટહેલતા હતા.
ત્યાં એક તોફાની ટેણિયો આવીને બોલ્યોઃ અંકલ કાલે તમે જેને લઈ આવ્યા હતા તે આના કરતાં બહુ મસ્ત હતી.
...
પતિ ચાર દિવસથી ભૂખ્યો-તરસ્યો એ ટેણિયાને શોધી રહ્યો છે.
•
કાકાને એક વાર કનુએ પૂછયુઃ કાકા પ્રેમ લગ્ન પહેલાં થવા જોઈએ કે લગ્ન પછી.
કાકાઃ જો બેટા, પ્રેમ લગ્ન પહેલાં કરે કે પછી, તેમાં કંઈ ફરક પડતો નથી, બસ તેની ખબર ઘરવાળીને ના પડવી જોઈએ.
•
પોલીસઃ ઘરમાં તપાસ કરવાની છે.
પુરુષઃ કેમ?
પોલીસઃ અમને બાતમી મળી છે કે તમારા ઘરમાં ખતરનાક આતંકવાદી છે.
પુરુષઃ તમને બાતમી બિલકુલ સાચી મળી છે. પણ હાલ તો તે પિયર ગઈ છે.
•
સંતા (સાસુને પત્નીની ફરિયાદ કરતા)ઃ મેં તમારી દીકરી સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તેમાં તો સેંકડો ખામીઓ છે.
સાસુઃ મને ખબર છે. આ ખામીઓને કારણે જ તો તેને લગ્ન માટે સારો છોકરો મળ્યો ન હતો.
•
મારા મિત્ર જેવી કાર તો મારી પાસે નથી પણ તને પલકો પર બેસાડીને રાખીશ. તેના જેટલું મોટું ઘર તો નથી પણ તને દિલમાં જરૂર રાખીશ, તેના જેટલા પૈસા તો નથી પણ કાળી મજૂરી કરીને પણ તારી ખ્વાહિશો પૂરી કરીશ... બીજું તારે શું જોઈએ?
યુવતીઃ બસ કર હવે તેં તો મને ઇમોશનલ કરી નાખી. ચલ, હવે તારા મિત્રનો ફોન નંબર આપી દે...
•
સંતા પાર્ટીમાંથી રાત્રે મોડો ઘરે પહોંચ્યો. બીજા દિવસે એના મિત્ર બંતાએ પૂછ્યું કાલે તું મોડો ઘરે ગયો તો તારી પત્નીએ પૂછ્યું હશે ને?
સંતાઃ ના, કંઈ ખાસ નહીં, સાઈડના બે દાંત તો એમ પણ મારે કઢાવવાના જ હતા.
•
પતિએ પત્નીને કહ્યુંઃ આ સંસારમાં ફક્ત બે જ મહિલાઓ એવી છે જેનો હું આદર કરું છું.
પત્નીએ આંખો કાઢતાં કહ્યુંઃ જલ્દી બોલો, મારા સિવાય બીજી કોણ છે?
•
રમેશઃ સુરેશ, લગ્ન પહેલાં લોકો શું કરે છે?
સુરેશઃ ભવિષ્ય વિચારીને ખુશ થાય છે?
રમેશઃ અને લગ્ન પછી?
સુરેશઃ પછી ભૂતકાળને યાદ કરીને રડે છે.
•
૨૦ વર્ષના થયા ત્યાં સુધી બાપા કહેતા, તને કંઈ ખબર ના પડે, હું કહું એમ કર...
૨૫ના થયા ત્યાં પત્ની કહેવા લાગી, તમને ખબર ના પડે, ૫૦ના થયા ત્યાં સંતાનો કહેવા લાગ્યા, તમને ખબર ના પડે હવે... હવે એ જ નથી સમજાતું, બિચારા ગગાને ખબર ક્યારે પડશે?
•
એક ગરીબ છોકરાને જંગલમાંથી એક ચિરાગ મળ્યો.
છોકરાએ તેને ઉપાડ્યો અને ઘસ્યો.
જોરદાર બ્લાસ્ટ થયો અને છોકરો મરી ગયો.
અલ્લાદીનનો જમાનો ગયો, બિનવારસી વસ્તુઓથી દૂર રહો.
અમુક ચીજો અલ્લાદીનની નહીં, મુજાહિદ્દીનની પણ હોઈ શકે.
