માળિયા મિયાંણાઃ ઘુડખર અભયારણ્યની ત્રણથી વધુ ગામોમાં ૨૪૦૦ હેકટર જમીનના ખરીદ-વેચાણ અંગે કરોડોનું કૌંભાડ આચરાયાનું બહાર આવ્યું છે.
માળિયા મિંયાણાનાં ૧૪ ગામોની જમીનોનો સરકારના તા ૧૨-૧-૭૩ના જાહેરનામાથી ઘુડખર અભયારણ્યમાં સમાવેશ કરાયો હતો. જે જમીન ૧૩,૦૮,૫૧૭ હેક્ટર છે.
ધાર્મિક ટ્રસ્ટ અને કબ્રસ્તાનની જમીનોને બાકાત રાખી બાકીની જમીનનો ઘુડખર અભયારણ્ય માટે ફાળવવામાં આવી છે. સેન્ચુરીમાં આવતી જમીનો જે તે વ્યક્તિ પાસે જ રહી ગયા બાદ નવી શરતની ખેતીની જમીનોને જૂની શરતમાં ફેરવી વવાણિયા, બગસરા, જામસર, ભાવપર જેવાં ગામોમાં ૨૪૦૦ હેકટર જમીનનું ખરીદ-વેચાણ કરી બિનખેતી કરી કરોડોનું કૌભાંડ આચરાયાનું કહેવાય છે.
ઘુડખર અભયારણ્ય અધિક્ષક દ્વારા જિલ્લા કલેકટર અને રેવન્યુ વિભાગના જવાબદારોને સેન્ચુરી ઝોન જાહેર થયા પહેલા ફાળવેલી જમીનોની ફાળવણી રદ કરવાના હુકમો થયાં હતાં. છતાં આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી અને રેકર્ડ પર નોંધ કરાઈ ન હોવાથી આવી જમીનોને જે તે વ્યક્તિઓ પાસે રહી હતી. સમય જતા ૨૪૦૦ હેક્ટર જમીન જૂની શરતમાં ફેરવી તેમાંથી રૂપિયા મેળવવા આ જમીનનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે જેની તપાસ થઈ રહી છે.

