પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના પુત્ર પ્રવીણભાઇ પટેલ (ઉં ૬૦)નું અમેરિકાના ડલાસમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઇને ફોન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ નવમીએ કેશુભાઇના નિવાસ સ્થાને પહોંચીને દિલસોજી પાઠવી હતી તેમની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા પણ કેશુભાઇને મળ્યા હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. પાસના નેતા હાર્દિક પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

