હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 14th June 2017 06:46 EDT
 

દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઇચ્છો છો? બહુ સહેલું છે યાર!
હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો અને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા!!

રાતે બે વાગ્યે પત્નીનો મોબાઈલ ફોન વાગ્યો. પતિ એકદમ બેઠો થઈ ગયો. પત્નીનો મોબાઇલ જોયો, એમાં મેસેજ હતો ‘બ્યુટીફુલ’.
પતિએ ગુસ્સામાં પત્નીને જગાડીને પૂછયું, ‘તને આટલી રાતે બ્યુટીફુલનો મેસેજ કોણે મોકલ્યો?’ પત્નીને પણ આશ્ચર્ય થયું કે હવે ૫૦ વર્ષની ઉંમરે મને બ્યુટીફુલ કહેનારું કોણ છે વળી?
પત્નીએ મોબાઇલ ફોન હાથમાં લઈને જોયો અને પતિ સામે તાડૂકી, ‘જરા ચશ્માં પહેરીને જૂઓ, ‘બેટરીફુલ’ લખ્યું છે.’

ચિન્ટુઃ અહીંથી તમે ગધેડાનું ટોળું જતું
જોયું, ભાઈ?
પિન્ટુઃ કેમ? તમે ટોળામાંથી છૂટા પડી ગયા છો કે શું?

નટુ શેઠે ગટુ ભિખારીને ગુસ્સે થઈને કહ્યું, ‘તેં મને ભાઈ કહેવાની હિંમત જ કેમ કરી? હું શું તારા જેવો ભિખારી છું?’
ગટુ ભિખારીએ જવાબ આપ્યો, ‘હમણાં તો તમે કહેતા હતા કે તમારી પાસે ફૂટી કોડી પણ નથી. પછી તમારા અને મારા વચ્ચે ફરક શો રહ્યો?’

પ્રોફેસર નટુએ તોફાની વિદ્યાર્થી ગટુને કહ્યું, ‘આજે તો તેં ક્લાસમાં બૂમો-ચીસો પાડીને શોર કર્યો નથી. તું તો સુધરી ગયો.’
ગટુએ ઘટસ્ફોટ કર્યો, ‘સર, અમે શોર કરીએ ત્યારે તમે સમયસર ક્લાસમાં આવી જાઓ છો.’


comments powered by Disqus