૯૩ વર્ષીય મુગાબેએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

Friday 09th June 2017 07:56 EDT
 

હરારેઃ ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ફરીથી સત્તા હાંસલ કરવા સમર્થન મેળવવાના હેતુથી ૧૦ સ્થળોએ ભાષણ માટે પ્રવાસ હાથ ધર્યો હતો. અગાઉ કરતા વધુ સ્વસ્થ જણાતા ૯૩ વર્ષીય વડાએ હરારે બહાર લગભગ દોઢ કલાક સુધી રેલીને સંબોધન કર્યું હતું.

રેલીમાં હજારોની સંખ્યામાં ZANU-PFના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મુગાબેના અનુગામીના મુદ્દે પક્ષમાં મતભેદ છે. આ ચૂંટણીમાં વિપક્ષો ભેગા થઈને મુગાબેને સત્તાપરથી દૂર કરવા માગે છે. મુગાબેએ પક્ષમાં વિભાજન ન થાય અને પક્ષ સંગઠિત રહે તેમ ઈચ્છતા હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus