અને મોરારિબાપુએ કહ્યું, ‘આપ’નું સ્વાગત અને સન્માન કરું છું

Wednesday 15th February 2017 05:57 EST
 
 

ભાવનગરઃ પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુએ ભાવનગર જિલ્લામાં યોજાયેલા સમૂહલગ્નના એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (આપ)ના અગ્રણીઓને આશીર્વાદ આપ્યા હતા. મહુવા પાસેના વાઘનગર ગામમાં યોજાયેલા સમૂહલગ્નમાં ‘આપ’ની દિલ્હી સરકારના પ્રધાન ગોપાલ રાય અને ગુજરાતના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયા ઉપસ્થિતિ હતા. મોરારિબાપુએ કહ્યું હતું કે, ‘હું આપનું સન્માન કરું છું અને સ્વાગત કરું છુ.’ ‘આપ’ના નેતાઓ અને કાર્યકરોએ બાપુના આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus