કેન્યામાં નોકરી માગવા ગયેલો યુવક હેલિકોપ્ટર પર લટકી ગયો

Wednesday 15th February 2017 06:49 EST
 
 

મેરુઃ કેન્યામાં નોકરી માગવા માટે યુવાને એક અનોખો ઉપાય અપનાવ્યો. તેણે નોકરી મેળવવા માટે એક અજીબોગરીબ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તે કેન્યાના એક પૂર્વ વડા પ્રધાનના હેલિકોપ્ટર પર લટકી ગયો. આ ઘટના કેન્યાના મેરુ શહેરમાં જાન્યુઆરીના આખરી સપ્તાહમાં બની હતી.
હજારો લોકોની ભીડને સંબોધિત કર્યા બાદ જ્યારે વડા પ્રધાન રાયલા ઓડિંગાના હેલિકોપ્ટરે ઉડાન ભરી તે જ સમયે લોકોએ એક અજીબોગરીબ નજારો જોયો. ભીડમાં ઊભેલા લોકોએ નજારો જોઈને અચંબિત રહી ગયા. તેમણે આ શખ્સને લટકતો જોયો. હેલિકોપ્ટર પર ૨૮ વર્ષનો જુલિયસ મિવ્થાલી લટકેલો હતો અને તે હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર લોકોની નજર મિવ્થાલી પર પડી હતી.
લાંબા સમયથી બેરોજગાર યુવાનને લાગ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન સાથે વાત કરવાનો આ એક જ માર્ગ છે. ઉડાન ભર્યા બાદ ૧૫ કિલોમીટર સુધી યુવાન લટકતો રહ્યો. બાદમાં પાઇલટને તેમના હેલિકોપ્ટર પર યુવાન લટકેલો છે તે બાબતની જાણ થઈ હતી. ઉડાન ભર્યા બાદ ૧૫ કિ.મી. સુધી અંતર કાપ્યા બાદ એ સ્કૂલમાં મિવ્થાલીને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક ઉપચાર બાદ તેને આત્મહત્યાની કોશિશના ધારા હેઠળ ગિરફતાર કરી લેવામાં આવ્યો.


comments powered by Disqus