ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ IIMના વિદ્યાર્થી શીખશે મેનેજમેન્ટના પાઠ

Wednesday 15th February 2017 06:04 EST
 
 

રાજકોટઃ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૭થી ૨૧ જાન્યુઆરી ઉજવાયો હતો. આ પ્રસંગે પાંચ દિવસમાં ૭૦ લાખથી વધારે લોકો હાજર રહ્યા હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.
આ પ્રસંગની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી. હવે ભારતના ટોચના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) - અમદાવાદ દ્વારા ખોડલધામના ભવ્ય મહોત્સવના આયોજનને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરવા ઉત્કંઠા દર્શાવી હતી. આઠ ફેબ્રુઆરીએ આઇઆઇએમ-અમદાવાદના પ્રોફેસર સુંદરવલ્લી નારાયણસ્વામી ખોડલધામ આવ્યાં હતાં અને તમામ વિગતો મેળવી હતી. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨૪ સમિતિ કાર્યરત હતી.


comments powered by Disqus