ચૌધરી મુયીદ (ઉ.વ. ૫૩), તેની પત્ની અસ્મા ખાનમ (ઉ.વ. ૪૮) અને તેમના સાગરીત હબીબુર રહેમાને બાંગ્લાદેશી નાગરીકોને બ્રિટનમાં વસાવી પાસપોર્ટ, નેશનલ ઇન્સ્યુરંશ નંબર તેમજ બોગસ સરનામા બતાવીને આશરે £૨ મિલિયનનું મસમોટુ કૌભાંડ આચર્યું હતું.
તેમને આ કૌભાંડ બદલ જેલની સજા પણ થઇ હતી અને કૌંભાંડની રકમ પૈકીના ૫ લાખ પાઉન્ડ પરત ચૂકવવાનો વારો આવ્યો ત્યારે આ દંપત્તીએ પોતાની પાસે એક પણ પૈસો નથી તેમ કહીને હાથ ઉંચા કરી
દીધા છે.
