આહાહા... એ પણ કેવા દિવસો હતા
- જ્યારે ઘડિયાળ એકાદ પાસે હતી અને સમય બધા પાસે હતો.
- જ્યારે બોલચાલમાં ગુજરાતી જ ચાલતું, અને ઇંગ્લીશ તો પીવામાં જ કામમાં આવતું.
- જ્યારે ફિલ્મોની હિરોઇનને પૈસા ઓછા મળતા હતા, પણ એ કપડાં પૂરા પહેરતી હતી.
- એક સાઇકલ રહેતી હતી, જે ચાર રોટલીમાં ચાલીસની એવરેજ આપતી હતી.
- લગ્નપ્રસંગે ઘરની સ્ત્રીઓ રસોઇ બનાવતી હતી અને નાચવાળી બહારથી આવતી હતી, આજે ઘરની સ્ત્રીઓ નાચે છે અને રાંધવાવાળીઓ બહારથી આવે છે.
- જ્યારે ખાવાનું ઘરમાં ખાતા હતા અને ઝાડે ફરવા બહાર જતા હતા આજે શૌચાલય ઘરમાં છે અને જમવાનું બહાર હોય છે.
•
બબલુઃ અલ્યા તું સ્કૂલે કેમ નથી જતો?
પપ્પુઃ અરે, ઘણી વખત જઉં છું યાર, પણ મને ત્યાંથી ધક્કા મારી કાઢી મૂકે છે.
બબલુઃ એવી કઈ સ્કૂલ છે જે તને ધક્કા મારીને કાઢી મૂકે.
પપ્પુઃ કન્યા હાઈસ્કૂલ.
•
પ્રેમીએ પ્રેમિકાને કહ્યુંઃ બધા એવું કહે છે તું જ્યારે સ્માઈલ આપે ત્યારે ભલભલા મરી જાય છે. એકાદ વાર સમય કાઢીને મારા ઘરે પણ આવ...
મારા ઘરમાં બહુ ઉંદરનો બહુ ત્રાસ છે તે એમનો નિકાલ કરવો છે.
•
નટુએ ગટુને કહ્યુંઃ ચીનની દીવાલને અદભુત કહી શકાય કારણ કે તે ચાઈનાનો માલ હોવા છતાં વધારે ટકાઉ છે...
•
છોકરીઓનું દિલ પાણી જેવું હોય છે અને છોકરાઓનું દિલ મોબાઇલ જેવું. મોબાઇલ પાણીમાં પડે કે પાણી મોબાઇલ પર પડે... છેવટે બરબાદ તો મોબાઈલ જ થાય છે.
•
પતિ (પત્નીને)ઃ મને એમ કહે કે, લગ્ન બાદ વિદાય સમયે છોકરીઓ રડતી કેમ હોય છે.
પત્નીઃ કારણ કે તેઓ એમ વિચારતી હોય છે કે, આટલાં વર્ષો પતિ મળ્યો અને તે પણ આવો?!
•
સમાજ એટલે શું? મરજીથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લો તો લોકો તમારી ટીકા કરે અને પરણ્યા વગર ૩૫ વટાવી જાઓ તો પછી તમને બીજી જ્ઞાતિમાંથી જીવનસાથી શોધી આપે એટલે સમાજ...
•
પત્નીઃ મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ-પત્નીને સાથે રહેવા દેતાં નથી.
પતિઃ અરે ગાંડી!! એટલા માટે તો એને સ્વર્ગ કહીએ છે.
•
પતિ (પત્નીને)ઃ જાનુ, તું મારા જીવનનો ચાંદ બનીશ?
પત્નીઃ (ખુશીથી) હા... હા જરૂર બનીશ.
પતિઃ તો પછી મારાથી ૩,૮૪,૦૦૦ કિલોમીટર દૂર જતી રહે.
•
નટુઃ જજ સાહેબ મને છૂટાછેડા જોઈએ છે
જજઃ કેમ?
નટુઃ મારી પત્ની એક વર્ષથી મારી સાથે વાત નથી કરતી.
જજઃ વિચારી લે... આવી પત્ની નસીબવાળાને મળે છે.
•
ઘરની સાફસફાઈ પર ધ્યાન આપવાને બદલે વહુ મેકઅપમાં વ્યસ્ત હતી. કંટાળીને તેની સાસુ પોતે જ કચરો કાઢવા લાગી. આ જોઈને પુત્ર મોટેથી બોલ્યો, ‘લાવ મા હું કચરો વાળી દઉં છું.’
ઊંચા અવાજમાં વહુને સંભળાવતા સાસુમા બોલીઃ ‘રહેવા દે બેટા કચરો હું જ વાળી નાખીશ...’ આ સાંભળીને વહુ બોલી, ‘અરે તમે ઝઘડો છો કેમ... બન્ને કામ વહેંચી લો. એક દિવસ પુત્ર ઝાડું લગાવશે અને એક દિવસ મા...’
