ભારતની ૬૦ ટકા વસતી પર ભાજપનું રાજ

Friday 17th March 2017 06:34 EDT
 
 

ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ સરકાર નિશ્ચિત છે. પંજાબમાં ભલે કોંગ્રેસે અકાલી અને ભાજપ ગઠબંધન પાસેથી સત્તા આંચકી લીધી હોય, પરંતુ ગોવા અને મણિપુરમાં સૌથી વધુ બેઠકો જીતવા છતાં કોંગ્રેસે સત્તા હાંસલ કરવાની તક ગુમાવી છે. ગોવામાં ભાજપના મુખ્ય પ્રધાને શપથ લીધા છે અને મણિપુરમાં સરકાર રચવાની તૈયારીમાં છે. મતલબ કે લગભગ ૬૦ ટકા વસ્તી પર હવે ભાજપનું રાજ છે.

ભાજપ શાસિત ૧૩ રાજ્યોઃ અરુણાચલ પ્રદેશ • આસામ • છત્તીસગઢ • ગોવા • ગુજરાત • હરિયાણા • ઝારખંડ • મધ્ય પ્રદેશ • મહારાષ્ટ્ર (શિવ સેના સાથે) • મણિપુર • રાજસ્થાન • ઉત્તર પ્રદેશ • ઉત્તરાખંડ

ચાર રાજ્યોમાં અન્ય પક્ષો સાથેઃ જમ્મુ અને કાશ્મીર • નાગાલેન્ડ • આંધ્ર પ્રદેશ • સિક્કિમ

કેટલાં રાજ્યોમાં કોની સત્તા?
વર્ષ      કોંગ્રેસ        ભાજપ
૧૯૯૧    ૧૨            ૪
૧૯૯૫    ૧૩            ૩
૨૦૦૦    ૦૯            ૫
૨૦૦૫    ૧૪            ૬
૨૦૧૧    ૧૩            ૯
૨૦૧૪    ૦૯           ૧૧
૨૦૧૬    ૦૮           ૧૩
૨૦૧૭    ૦૬           ૧૭


comments powered by Disqus