નટુ (તેના મિત્ર ગટુને) યાર, તેં ખૂબ જ શ્રીમંત સ્ત્રીને લગ્ન કરવા માટે કેવી રીતે મનાવી લીધી?
ગટુઃ તેને મેં આસાનીથી મનાવી હતી. મેં તેને તેના ૩૫મા જન્મદિવસે ૨૫ ગુલાબો મોકલ્યાં હતા.
•
દારૂ઼ડિયો નટુ ટેલિફોનના થાંભલા સાથે અથડાતાં તેણે કહ્યું, ‘માફ કરજો સાહેબ.’
હવાલદાર ગટુ બોલ્યો, ‘અરે એ તને શું માફ કરશે. એ તો ટેલિફોનનો થાંભલો છે.’
નટુએ લથડિયાં ખાતાં ખાતાં કહ્યું, ‘ટેલિફોનનો થાંભલો છે એટલે તો નજીકથી સાંભળે છે અને દૂરથી જવાબ આપે છે.’
•
નટુ ફેરિયોઃ ચાકુની ધાર કઢાવી લો.
ગટુઃ ભઈલા, તું અક્કલની ધાર કાઢે છે?
નટુઃ હા, તમારી પાસે હોય તો લઈ આવો.
•
દારૂડિયો નટુ દારૂ પીને જેવો ઘરમાં પ્રવેશ્યો કે તેની પત્ની શાંતાએ તેને ધોઈ નાંખ્યો.
પાડોશી ગટુએ સહાનુભૂતિ દર્શાવીને નટુને કહ્યું, ‘ભાઈ તારી જિંદગીમાં તો ઘણું કષ્ટ છે.’
નટુએ ગટુને કહ્યું, ‘અરે યાર, કષ્ટ-બષ્ટ કશું જ નથી. આ તો સાહસિક માણસની વીરગાથા છે.
•
નટુને એનેસ્થેશિયા આપીને ઓપરેશન કરવામાં આવ્યું. થોડા કલાક પછી તે હોંશમાં આવ્યો. તેણે બાજુમાં બેસેલી તેની પત્ની શાંતાને કહ્યું, ‘તું ઘણી સુંદર છે.’ આટલું કહીને તે ફરીથી ઊંઘી ગયો. શાંતાએ નટુ પાસેથી તેનાં આવાં વખાણ ક્યારેય સાંભળ્યાં નહોતાં એટલે તે ત્યાં જ બેસી રહી. કલાક પછી નટુએ ફરીથી આંખો ખોલી અને શાંતાને કહ્યું, ‘તું ઘણી ચતુર છે.’
શાંતાએ નટુને પૂછ્યું, ‘હું સુંદરમાંથી ચતુર કેવી રીતે બની ગઈ?’
નટુ બોલ્યો, ‘દવાની અસર ઊતરી રહી છે ને એટલે.’
•
નટુ અને ગટુ બેંક લૂંટવા ગયા. તેઓ ભોંય પર પડેલા બે કોથળા ઉપાડીને ભાગ્યા. બંનેએ એક-એક કોથળો વહેંચી લીધો. થોડા દિવસ પછી તેઓ મળ્યા ત્યારે તેઓ વચ્ચે આવી વાતચીત થઈ ઃ
નટુઃ કોથળામાંથી કેટલા રૂપિયા મળ્યા?
ગટુઃ દસ લાખ રૂપિયા
નટુઃ વાહ... તને તો ઘણી મોટી રકમ મળી. તેં એ પૈસાનું શું કર્યું?
ગટુઃ મેં મકાન ખરીદ્યું. તારા કોથળામાંથી શું નીકળ્યું?
નટુઃ મારો કોથળો તો બિલોથી ભરેલો હતો.
ગટુઃ તેં એ બિલોનું શું કર્યું?
નટુઃ હું એ બિલો ચૂકવી રહ્યો છું.
•
નટુઃ દોસ્ત, પહેલી નજરના પ્રેમ વિશે તારું શું માનવું છે?
ગટુઃ એમાં સમય ઘણો બચી જાય છે.
•
નટુ એક મોટી કંપનીમાં નોકરી માટે ‘વોક-ઇન-ઇન્ટરવ્યૂ’માં ગયો. મેનેજર ગટુએ તેની અરજી વાંચીને તેને કહ્યું, ‘તમારા કામનો ઇતિહાસ ભયંકર છે. તમને દરેક કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તમારું એક પણ હકારાત્મક પાસું મને કહેશો?’
ગટુ બોલ્યો, ‘હું નોકરી છોડતો નથી.’
•
નટુ ટાવરવાળા મંદિરની મોટી ઘડિયાળ રિપેર કરી રહ્યો હતો અને તેનો મિત્ર ગટુ નીચે સીડી પકડીને ઊભો રહ્યો હતો. ત્યાંથી પસાર થતા એક રાહદારીએ ગટુને પૂછ્યું, ‘ભાઈ, ઘડિયાળ બગડી ગઈ છે કે શું?’
ગટુએ જવાબ આપ્યો, ‘ઘડિયાળ નથી બગડી. પરંતુ અમારી આંખો નબળી છે, મારો મિત્ર સમય જોવા ઉપર ચઢ્યો છે.’
•
નટુઃ બેટા, તું કેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે?
ગટુઃ પપ્પા હું એવી છોકરીને મારી પત્ની બનાવીશ. જે બુદ્ધિશાળી, શિક્ષિત, દેખાવડી અને મા-બાપની આજ્ઞાનું પાલન કરતી હોય.
નટુઃ તો તો તારે ચાર વખત લગ્ન કરવાં પડશે.
