ભારતમાં લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯માં યોજાવાની છે. તે પહેલાં ૧૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઓડિશા જેવાં મોટાં રાજ્યો તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ જેવાં નાના રાજ્ય પણ છે. તેનાં પરિણામ ભાજપનું ભાવિ નક્કી કરશે.
• ગુજરાત, નાગાલેન્ડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ૨૦૧૭ના અંતમાં ચૂંટણી થશે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને નાગાલેન્ડમાં ગઠબંધનમાં છે. હિમાચલ અને મેઘાલયમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ ગુજરાતમાં મોટી સફળતા માટે જોર લગાવશે. ઉત્તર-પૂર્વની સફળતા તેને નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરામાં જીત અપાવી શકે છે.
• કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં ૨૦૧૮ના અંતમાં ચૂંટણી થશે. ભાજપને તેમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચોથી વાર સરકાર બનાવવાનો અને રાજસ્થાનમાં સરકાર બચાવવાનું દબાણ રહેશે.
• મોટાં રાજ્યોમાં માત્ર કર્ણાટકમાં કોંગ્રેસ છે. ૨૦૦૮માં ભાજપ, ૨૦૧૩માં કોંગ્રેસ સરકાર બનાવી. આ વખતે ભાજપની સંભાવના છે.
• અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્ર, તેલંગણ અને ઓડિશામાં ૨૦૧૯ની શરૂઆતમાં ચૂંટણી થશે. અથવા લોકસભા સાથે પણ ચૂંટણી થઈ શકે છે. આંધ્ર અને અરુણાચલમાં ભાજપની ગઠબંધન સરકાર છે.
• તેલંગણમાં ટીઆરએસની અને ઓડિશામાં બીજેડીની સરકાર છે. ભાજપનો પ્રયાસ અહીં ઘૂસવાનો હશે.
