ઓપરેશન બાદ આંખ ખૂલતાં પેશન્ટ બોલ્યો: ‘ડોક્ટર સાહેબ, હવે તો હું સાજો થઈ ગયો ને...’
સામેથી જવાબ મળ્યો: બેટા, ડોક્ટર સાહેબ તો ધરતી પર રહી ગયા, હું તો ચિત્રગુપ્ત છું.
•
બોસે ઓફિસમાં નવું કેલેન્ડર લગાવ્યું:
I AM THE BOSS, DON'T FORGET AND REMAIN IN YOUR LIMITS (હું બોસ છું, વાત ભૂલતા નહીં અને તમારી મર્યાદામાં રહેજો.)
બોસ લંચ કરીને આવ્યા તે સમયે ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી, જેમાં લખ્યું હતુંઃ
‘ઘરેથી તમારા પત્નીનો ફોન આવ્યો હતો, બહુ ગુસ્સામાં હતાં, તેમણે કહ્યું છે કે, કહી દેજો તમારા સાહેબને કે જે કેલેન્ડર ઘરેથી લઈ ગયા છો તે સાંજે ચૂપચાપ પાછું લાવીને જ્યાં હતું ત્યાં ટીંગાડી દે.’
•
એક વ્યક્તિએ એક ઘરની ડોરબેલ વગાડી.
એક બાળક બહાર આવ્યો, તો વ્યક્તિએ તેને પૂછયું બેટા પપ્પા ઘેર છે?
બાળકઃ પપ્પા તો માર્કેટ ગયા છે.
વ્યક્તિઃ ચાલો વાંધો નહીં, મોટા ભાઈને બોલાવી દો.
બાળકઃ તે ક્રિકેટ રમવા ગયા છે.
વ્યક્તિઃ તારા કાકા છે?
બાળકઃ કાકા તો પિક્ચર જોવા ગયા છે.
વ્યક્તિઃ મમ્મી તો હશેને, તેમને બોલાવી દો.
બાળકઃ તે કિટ્ટીપાર્ટીમાં ગયા છે.
વ્યક્તિએ ગુસ્સામાં આવીને કહ્યુંઃ તો તું ઘરમાં શું કરે છે તું પણ બહાર જતો રહે ને.
બાળકઃ અરે, કાકા હું પણ મારા મિત્રના ઘેર જ આવ્યો છું.
•
રાહુલ ગાંધી મહાત્મા ગાંધીની ઈચ્છા જરૂર પૂરી કરશે... કોંગ્રેસને નાબૂદ કરવાની!
•
દુનિયામાં બે પ્રકારના લોકો એકબીજાની ઈર્ષ્યા કરે છે...
કુંવારા પરણેલાઓની... અને
પરણેલાઓ કુંવારાઓની
•
એક છોકરીએ મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરીઃ
કોઈ સમજદાર છોકરાને મારો બોયફ્રેન્ડ બનાવી દો પ્રભુ, પ્લીઝ...!
ભગવાન બોલ્યાઃ બેટી ઘર તરફ પ્રયાણ કરો. કોઈ પણ સમજદાર છોકરો આવા લફરાથી દૂર જ રહેશે.
•
એક પરણેલો માણસ મંદિરમાં ભગવાનને પૂછે છેઃ
‘હે પ્રભુ! તેં બાળપણ આપ્યું, લઈ લીધું. એશઆરામ આપ્યો એને પણ લઈ લીધો. માતા-પિતા આપ્યા એ પણ લઈ લીધા. બાળકો આપ્યા એને વિદેશ મોકલી દીધા. પણ પત્ની આપીને પછી એને તો ભૂલી જ ગયા....’
•
પરિણીત સ્ત્રીઃ પંડિતજી, મારા પતિ આખો દિવસ મારી સાથે લડ્યા કરે છે. ઘરની સુખ-શાંતિ માટે હું કયું વ્રત રાખું?
પંડિતજીઃ મૌનવ્રત રાખી લે બેટી, સબ ઠીક હો જાયેગા.
•
સંતા લોહી નીંગળતા માથે ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરે પૂછ્યુંઃ શું થયું?
સંતાઃ હું ચંપલથી પથ્થર તોડતો હતો ત્યારે એક માણસે કહ્યુંઃ ક્યારે મગજનો ય ઉપયોગ કરો. એટલે...
•
પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યુંઃ રોજ રોજની કચકચથી તો હું તંગ આવી ગઈ છું. મારે છૂટાછેડા જોઈએ છે.
પતિઃ લે, આ ચોકલેટ ખાઈ લે.
પત્ની (રોમેન્ટિક થતાં)ઃ મનાવી રહ્યા છો મને?
પતિઃ ના રે ના. મારી મા કહે છે કંઈ પણ સારું કામ કરતાં પહેલાં મોં મીઠું કરવું જોઈએ.
