ખેડાવાળા પૂ. માડીના સાનિધ્યમાં વેમ્બલીમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો

Wednesday 16th August 2017 11:20 EDT
 
 

ટૂંક સમય માટે યુકેની મુલાકાતે પધારેલા ભગવતી શ્રી મેલડીમાના પરમ ઉપાસક પૂ. જય માડી (બી.એસ.પંચાલ, ખેડા, ગુજરાત)ની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવાર તા.૧૧-૮- ૧૭ સાંજે વેમ્બલી સનાતન હિંદુ મંદિરમાં આદ્યશક્તિની ઉપાસનાના ગરબાનું આયોજન કરાયું હતું.
શ્રી મેલડી મા સેવા પરિવાર (યુ.કે) ઈન્ટરનેશનલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાઈ-બહેનોએ ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બ્રેન્ટ બરોના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ, ઈમિગ્રેશન તથા સમાજસેવા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા અરવિંદભાઈ પટેલ, શશીકાંતભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ,રીપલકુમાર પટેલ, રાજેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ તેમજ માડી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂ. માડી ગુજરાતમાં વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા કરી રહ્યા છે. તેમણે સ્થાપેલી ભગવતી મેલડી મા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જરૂરતમંદોને કેટલીક સારવાર મફત તેમજ રાહતદરે આપવામાં આવે છે. આ ઉપરાંત, ગૌશાળામાં ૪૦ જેટલી ગીર ગાયો પાળવામાં આવે છે. સંસ્થા દ્વારા આજુબાજુના ગામોમાં છાશનું મફત વિતરણ પણ કરાય છે.


comments powered by Disqus