લંડનઃ આગામી ૨૨મી સપ્ટેમ્બરે વધુ એક ઈતિહાસ રચાશે. તે દિવસે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ ખાતે તેના ૧૭મા એશિયન એચિવર્સ એવોર્ડ સમારોહનું આયોજન કરશે. આ ઈવેન્ટમાં બિઝનેસ અગ્રણીઓ, આંત્રપ્રિનિયર્સ, કંપની ડિરેક્ટર્સ, સિનિયર પ્રોફેશનલ્સ અને પાર્લામેન્ટના તેમજ યુનિફોર્મ્ડ સર્વિસીસના સભ્યો સહિત ૮૦૦થી વધુ અતિથિ હાજરી આપશે. ગયા વર્ષે આ સમારોહમાં જે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા તેમની કુલ નેટવર્થ ૪૦ બિલિયન પાઉન્ડ કરતા વધારે હતી.
એશિયન કોમ્યુનિટી બ્રિટિશ જીવનનો એક અખંડિત ભાગ છે અને દેશનું ભવિષ્ય ઘડવામાં ઉત્તરોત્તર તેની ભૂમિકાનું મહત્ત્વ વધતુ જાય છે. 'ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ' તરીકે વધુ જાણીતા આ એવોર્ડ્સ દ્વારા વિવિધ વ્યવસાયમાંથી આવતી સાઉથ એશિયન વ્યક્તિઓના વિશિષ્ટ યોગદાનને બીરદાવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર જેવા ક્ષેત્રોમાં બ્રિટિશ -એશિયન પ્રતિનિધિત્વ વધ્યું છે.
આ વર્ષની થીમ મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર છે. આ ક્ષેત્રોમાં જે વ્યક્તિઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હોય અને કોમ્યુનિટીને તેમનું મહત્ત્મ યોગદાન આપ્યું હોય તેમને આ એવોર્ડસ એનાયત કરવામાં આવશે.
વધુ વિગત માટે તા. ૧૯-૮-૨૦૧૭નું 'એશિયન વોઈસ' જુઓ.

