હળવે હૈયે...

જોક્સ

Wednesday 29th November 2017 05:58 EST
 

પત્નીએ રોમેન્ટિક મૂડમાં પતિને કહ્યુંઃ તમે મને એવી બે વાત કહો કે એકથી હું બહુ ખુશ થઈ જાઉં અને બીજીથી મને તરત ગુસ્સો આવી જાય.
પતિઃ તો સાંભળ, પહેલી વાત કે તું મારી જિંદગી છે. અને બીજી ધિક્કાર છે આવી જિંદગી પર.

પપ્પુ તેની કાર ધોતો હતો. ત્યારે બાજુવાળા આન્ટીએ બહાર આવીને પૂછ્યુંઃ શું પપ્પુ કાર ધોવે છે?
પપ્પુઃ ના ના આન્ટી, ગાડીને પાણી સિંચું છું. કદાચ મોટી થઈને બસ બની જાય.

એક દિવસ પતિ-પત્ની શરાબી ફિલ્મ જોઈ રહ્યા હતા.
પત્નીઃ અમિતાભ બચ્ચન કેટલો સારો એક્ટર છે. દારૂ પીધા વગર પણ પીધેલાની આટલી સરસ એક્ટિંગ કરી જાણે છે.
પતિ વિચારવા લાગ્યોઃ આને કોણ સમજાવે કે, પીધા વગર પીધેલાની એક્ટિંગ તો હજી થઈ શકે પરંતુ પીધા બાદ પણ નથી પીધો એવી એક્ટિંગ કરવી કેટલી મુશ્કેલ હોય છે.

ભગો સવાર-સવારમાં બહાર જઈ રહ્યો હતો ત્યાં બિલાડીએ રસ્તો કાપ્યો... અપશુકન થયા એમ વિચારીને ભગો ઊભો રહી ગયો તો...
બિલાડી બોલી, ‘જા ભાઈ, તારાં તો લગ્ન થઈ ગયાં છે. હવે આનાથી વધુ ખરાબ હું પણ શું કરી શકવાની હતી!!

બેંકમાં કસ્ટમરઃ હું આજે ચેક જમા કરું તો મારા ખાતામાં ક્યારે પૈસા આવે.
કેશિયરઃ ત્રણ દિવસ પછી.
કસ્ટમરઃ પણ મારો ચેક તો સામે આવેલી બેન્કનો જ છે. બન્ને બેન્કો સામ-સામે છે તો પછી આટલી બધી વાર કેમ?
કેશિયરઃ સર, પ્રોસિઝર તો ફોલો કરવી પડે ને! તમે જ વિચારી જુઓ, તમે સ્મશાન પાસેથી જતા હો અને સ્મશાનના દરવાજે જ તમારું મૃત્યુ થાય તો ત્યાંને ત્યાં જ તમારી અંતિમક્રિયા કરી નાખે કે પહેલાં ઘરે લઇ જાય અને પછી અહીં લાવે? બધી પ્રોસિઝર તો કરવી પડે ને...
કસ્ટમર જવાબ સાંભળીને બેભાન થઇ ગયો...

પત્નીએ પતિને સમજાવતા કહ્યુંઃ જુઓ, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે તે સારી છોકરી નથી. તમે એને આવું ન કરવા કેમ સમજાવતા નથી.
પતિઃ હું શું કામ તેને ના પાડું? શું તેણે મને આવું કરતાં બચાવ્યો હતો?

બાબાઃ બેટા, તારા પર ખતરનાક ચુડેલની છાયા છે.
કનિયોઃ ખબરદાર બાબા! મારી પત્ની વિશે કંઈ આડુંઅવળું બોલશો નહીં.

ચિંટુઃ મારી ગર્લફ્રેન્ડ સ્વિટી તો એટલી શરમાળ છે કે ન પૂછો વાત.
પિંટુઃ શું વાત છે? કઈ રીતે?
ચિંટુઃ તે મારી જોડે મોબાઈલમાં ચેટિંગ કરતી હોય તો ઘૂંઘટ ઓઢી રાખે છે.

પહેલો કૂતરોઃ મારા માલિકે સવારે ચાર વાગ્યે એક ચોરને પકડી લીધો.
બીજો કૂતરોઃ પણ તું ક્યાં હતો?
પહેલો કૂતરોઃ સૂતો હતો. હું કંઈ માણસ
નથી કે રાતભર નેટ પર બિઝી રહીને જાગતો હોઉં.


comments powered by Disqus