• પંજાબ અને હરિયાણામાં ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષોના નેતાઓની અવરજવર વધી જાય છે. માત્ર હરિયાણા રાજ્યમાં જ રામ રહીમના ૫૦ લાખ કરતાં પણ વધારે સમર્થક છે. દલિતોમાં મજબૂત પકડ. રામ રહીમ જે રાજકીય પક્ષ તરફ ઇશારો કરે છે, સમર્થક તેમની તરફેણમાં જ મતદાન કરે છે.
• હરિયાણાના ૯ જિલ્લાની લગભગ ૩૦ કરતાં વધારે બેઠકો પર રામ રહીમનું પ્રભુત્વ છે. આ વખતે ડેરાએ ભાજપને સમર્થન આપ્યું હતું. ભાજપને અહીં ૧૨ કરતાં વધારે બેઠકો પર જીત મળી. આ અગાઉની ચૂંટણી વેળા ભાજપ આમાંથી એક માત્ર ભિવાની બેઠક જીત્યું હતું. ડેરા સમર્થકો ભૂતકાળમાં રાષ્ટ્રીય લોકદળ અને કોંગ્રેસની જીતમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
• હરિયાણાના શિક્ષણ પ્રધાન રામ વિલાસ શર્મા રામ રહીમના જન્મદિવસે ૫૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
• આ પહેલાં રૂમાલને અડકવાની ગ્રામીણ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય રમતગમત પ્રધાને અનિલ વિજે ૫૦ લાખ રૂપિયા અને સહકારિતા રાજ્ય પ્રધાન મનીષ ગ્રોવરે કેલ લીગ દરમિયાન એક લાખ રૂપિયાનું ભંડોળ આપ્યું હતું.
• કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલ પણ સ્ટેડિયમ બનાવવા રૂ. ૩૦ લાખની મદદ કરી ચૂક્યા છે.

