હળવે હૈયે...

જોક્સ

Wednesday 30th August 2017 08:35 EDT
 

કાલે અચાનક વાઈ-ફાઈ બંધ થઈ ગયું. બહુ ગુસ્સો આવ્યો. તપાસ કરી તો ખબર પડી બાજુવાળા પાડોશીએ બે મહિનાથી બીલ નથી ભર્યું. બોલો કેવા બેજવાબદાર લોકો રહે છે આ દુનિયામાં.

છોટુઃ કોઈને પણ ઊંઘમાંથી એક જ સેકન્ડમાં જગાડવો હોય તો સરસ આઈડિયા છે.
મોટુઃ કયો?
છોટુઃ તેને એટલું જ કહેવાનું કે તારો મોબાઈલ તારા ડેડ ચેક કરે છે.
મોટુઃ અને કોઈને ઊંઘમાંથી ઉઠતાં જ હોસ્પિટલ ભેગો કરી દેવો હોય તો?
છોટુઃ તો એમ કહેવાનું કે તે તારો મોબાઈલ તારી વાઈફ ચેક કરે છે.

ભૂરાને વજન ઘટાડવા માટે રાઇના દાણાનો અચૂક પ્રયોગ જાણવા મળ્યો.
એણે તેની જાડી પત્ની ટીનાને રીત બતાવતા કહ્યુંઃ એક વાસણ લો અને જેને જમીનથી ૬ ફૂટની ઊંચાઈએ મૂકી દો. ત્યાર બાદ ૧ કિલો રાઈના દાણા જમીન પર વેરી દો, અને પછી રાઈનો એક એક દાણો જમીન પરથી ઉઠાવીને જ્યાં સુધી બધી રાઈ પતી ના જાય ત્યાં સુધી પેલા વાસણમાં નાખો. આ સાચો, અચૂક અને અજમાવાયેલો પ્રયોગ છે. ઝીરો ફીગર માટે ખસ ખસનો પ્રયોગ લાભદાયી રહેશે.

પિતાઃ તને ઈનામ કેવી રીતે મળ્યું?
પુત્રઃ વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતાઃ સરસ, પણ વિષય કયો હતો?
પુત્રઃ ઓછું બોલવાથી થતા ફાયદા.

લોટ દળાવવા જતાં માસીના ડબ્બા ઉપર JIO લખેલું જોઈ રઘલો ચક્કર ખાઈ ગયો.
‘હેં માસી, આ JIO વાળા ડબ્બા પણ ફ્રીમાં આપે.’
માસી કહેઃ મારા રોયા, ઈ તો તારા માસાનું ટૂંકમાં નામ લખ્યું છે - ‘જીતેન્દ્ર ઇન્દુલાલ ઓઝા.’

એક ડોશીમાએ ૮૦ વર્ષની ઉંમર છૂટાછેડા લેવા કોર્ટમાં કેસ કર્યો.
ડોશીમાઃ મારે છૂટાછેડા લેવા છે.
જજઃ માડી આ ઉંમરે કેમ છૂટાછેડા લેવા છે?
ડોશીઃ ઈ મને ખીજાય ત્યારે હું સાંભળી લઉં છું, પણ હું તેમને ખીજાઉં ત્યારે કાનમાંથી મશીન કાઢી નાખે છે.

શ્રીમતીજીની રાત્રે બે વાગે ઉંઘ ઉડી તો જોયુ કે પતિ પથારીમાં નથી. જિજ્ઞાસાવશ શોધ્યા... તો ડાઈનિંગ ટેબલ પર બેસી કોફીનો કપ હાથમાં લઈ, વિચારમગ્ન, દિવાલ તરફ જોઈ રહ્યા હતા.
શ્રીમતીજીએ જોયું કે પતિદેવ કોફીની ચુસ્કી લેતા લેતા વચ્ચે આંખમાંથી નીકળતા આંસુ લુછી રહ્યા હતા.
પતિ પાસે જઈ બોલી, ‘શું વાત છે ડિયર, આટલી મોડી રાતે તમે અહીં શું કરી રહ્યા છો?
પતિએ કોફી પરથી નજર હટાવી ગંભીરતાથી બોલ્યો, ‘તને યાદ છે, ૧૪ વર્ષ પહેલાં, જ્યારે તું ફક્ત ૧૮ વર્ષની હતી.’ પત્ની પતિના પ્રેમને જોઈને ભાવવિભોર થઈ ગઈ, ‘બોલી, હા, યાદ છે...’
થોડી વારે પતિ બોલ્યો, ‘યાદ છે ત્યારે તારા જજ પિતાએ આપણને મારી ગાડીમાં ફરતા જોઈ લીધેલા.’
પત્નીઃ હા હા... બરાબર યાદ છે...
પતિઃ યાદ છે તારા પિતાએ મારા લમણે બંદૂક મૂકી કહ્યું હતું કે કાં તો લગ્ન કરી લે, અથવા ૧૪ વર્ષ જેલમાં અંદર જા.
પત્નીઃ હા... હા... એ પણ યાદ છે.
આંખમાંથી ફરી ટીપું લુછતા બોલ્યો, ‘આજે હું છૂટી ગયો હોત...!’


comments powered by Disqus