હળવે હૈયે...

જોક્સ

Wednesday 17th May 2017 06:32 EDT
 

જેતપુર ગામમાં રહેતા ચમને એક છાપામાં જાહેરાત આપીઃ
‘માણસ જોઈએ છે... સાઇકલ ચલાવતા આવડવું જોઈશે... પગાર નહિ મળે. પણ... બે વાર જમવાનું મળશે.’
જીગલાને થયું ભલે પગાર ના મળે... બે વાર જમવાનું તો મળશે એટલે નોકરી લેવા જેવી... 
જીગલો ગયો.
ચમને કહ્યું કે ‘નોકરી માટે આવ્યું છું? ક્યાં છે, સાઇકલ?’
ચમનઃ આ રહી.
જીગલોઃ કામ શું કરવાનું છે?
ચમનઃ કામ કંઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે વીરપુર જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું. બે જ ધક્કા છે.

જ્યારે પહેલી વાર માણસે માછલીનો શિકાર કર્યો ત્યારે માછલીએ શ્રાપ આપ્યો કે...
‘હે માણસ.... તું પણ એક દિવસ નેટમાં ફસાઈ જઈશ અને ગમે તેમ પણ બહાર નહીં નીકળી શકીશ.’
આજે માછલીનો શ્રાપ સાચો પડ્યો છે.

એક છોકરો બસમાં એક છોકરીની સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો.
છોકરીઃ શું જુએ છે? તારા ઘરે બહેન નથી?
છોકરોઃ છે... એટલે તો જોઉં છું.
છોકરીઃ એટલે શું?
છોકરોઃ એટલે મારી બહેનને એક ભાભીની જરૂર છે.

પોઝિટિવ મિજાજ કોને કહેવાય? તમે અડધી રાતે દારૂ પીને લથડિયાં ખાતાં ઘેરે આવો અને બારણામાં તમારું સ્વાગત કરવા હાથમાં ઝાડુ લઈને તમારી પત્ની ઊભી હોય એ જોઈને તમે કહો - ‘ક્યા બાત હૈ ડાર્લિંગ, અભી તક કામ કર રહી હો.’

જોરદાર તોફાન આવ્યું. મચ્છર હવામાં ફંગોળાઈ રહ્યો હતો. એવામાં એક ઝાડ દેખાયું. મચ્છરે ઝાડ પકડી લીધું. તોફાન બંધ થયું...
મચ્છરે કપાળ પરથી પરસેવો લૂછતાં કહ્યું મેં આ ઝાડને પકડ્યું ના હોત તો બિચારું ક્યાંનું ક્યાં ઊડી ગયું હોત.

પત્નીઃ શું વાત છે આજે સવારથી મારા ફોટો પર ફોટો પાડવા માંડ્યા છો?
પતિઃ ખાસ કશું જ નથી. આજે મને વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફી કરવાનું મન થયું છે!

ભારતનો નટુ, પાકિસ્તાનનો ઉસ્માન, એક સુંદર છોકરી અને એક વૃદ્ધ મહિલા યુરોપમાં એક ટ્રેનમાં એક જ ડબ્બામાં મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન અચાનક એક ટનલમાંથી પસાર થઈ અને ટ્રેનમાં સંપૂર્ણપણે અંધારું છવાઈ ગયું. અચાનક ચુંબનનો અને થપ્પડનો અવાજ આવ્યો. ટ્રેન ટનલમાંથી બહાર આવી. વૃદ્ધ મહિલા અને નટુ મૂંઝાયેલા લાગતાં હતાં. ઉસ્માનનો હાથ તેના ગાલ પર હતો, જે થપ્પડથી લાલ થઈ ગયો હતો.
વૃદ્ધ મહિલા વિચારતી હતીઃ પેલા પાકિસ્તાનીએ પેલી છોકરીને ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો હશે એટલે થપ્પડ પડી.
પાકિસ્તાની ઉસ્માન વિચારતો હતોઃ પેલા ભારતીયે પેલી છોકરીને ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો હશે. છોકરીને એમ કે એ હું હોઈશ અને તેણે મને થપ્પડ મારી દીધી.
છોકરી વિચારતી હતીઃ પાકિસ્તાની મને ચુંબન કરવા આગળ વધ્યો હશે અને મારા બદલે ભારતીયને ચુંબન કરી દીધું હશે, એટલે ભારતીયે તેને થપ્પડ મારી હશે.
આ બાજુ નટુ વિચારતો હતોઃ જો આ ટ્રેન ફરીથી ટનલમાં પસાર થશે તો હું ફરીથી ચુંબનનો અવાજ કાઢી શકીશ અને પેલા પાકિસ્તાનીને ફરીથી મારી શકીશ.

નટુ (તેની પત્ની શાંતાને)ઃ ડાર્લિંગ, હું મરી જાઉં તો તું મારી પાછળ સતી થઈશ?
શાંતાઃ તમે તમારું કામ કરો, મારી ચિંતા છોડો.


comments powered by Disqus