સુરતઃ વડા પ્રધાન મોદી સુરતના સરકીટ હાઉસથી કિરણ હોસ્પિટલના લોકાર્પણ માટે નીકળ્યાં હતાં. વડા પ્રધાનનો કાફલો કતારગામ દરવાજાથી પસાર થઈ રહ્યો, વિશાળ સંખ્યામાં લોકો તેમને જોવા ઉભા હતા. ત્યાં વચ્ચે વડા પ્રધાને પોતાની કારને થોભાવી હતી. આ સમયે નાનકડી છોકરી નેન્સી ગોંડલિયા વડા પ્રધાન પાસે જઈ રહી હતી. બોડીગાર્ડે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વડા પ્રધાને જ તેને પોતાની પાસે બોલાવી હતી.
સુરક્ષા જવાનો નેન્સીને મોદી સુધી લઈ ગયા હતા. તેમણે આશીર્વાદ સાથે વહાલ વરસાવીને નેન્સીને કારમાં બેસાડી હતી. મોદીએ નેન્સીના માથે હાથ ફેરવી તેનું નામ જાણ્યું હતું અને વહાલ કર્યું હતું. થોડી વાર બાદમાં તેને પરત માતા-પિતા પાસે મોકલી આપી હતી.

